ભારે વરસાદ વચ્ચે Germony માં ટ્રેન પાટા પરથી ઉતરી, 3 ના મોત; ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ
- જર્મનીમાં ટ્રેન અકસ્માત : 3ના મોત, અનેક ઘાયલ
- ભારે વરસાદ બાદ ટ્રેન પાટા પરથી ઉતરી
- જર્મની ટ્રેન અકસ્માતના કારણે રેલ સેવાઓ સ્થગિત
Train Accident in Germony : રવિવારે, 27 જુલાઈ, 2025ના રોજ દક્ષિણ જર્મનીના બિબેરાચ જિલ્લામાં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો. આ ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા અને ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત રીડલિંગેન નજીક, મ્યુનિકથી લગભગ 158 કિલોમીટર દૂર, સાંજે 6:10 વાગ્યે બન્યો. ટ્રેન સિગ્મરિંગેનથી ઉલ્મ તરફ જઈ રહી હતી, જ્યારે તેના બે કોચ જંગલ વિસ્તારમાં પાટા પરથી ઉતરી ગયા. આ ઘટનાએ સમગ્ર જર્મનીમાં શોકની લાગણી ફેલાવી છે.
અકસ્માતનું કારણ અને તપાસ
જર્મન ફેડરલ અને સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, અને તેની તપાસ ચાલુ છે. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે અકસ્માત પહેલાં આ વિસ્તારમાં ભારે વરસાદ અને તોફાનની સ્થિતિ હતી. બાડેન-વુર્ટેમબર્ગના આંતરિક મંત્રી થોમસ સ્ટ્રોબલે જણાવ્યું, "અહીં ભારે વરસાદ થયો હતો, તેથી એવું નકારી શકાય નહીં કે ભારે વરસાદ અને તેના કારણે થયેલું ભૂસ્ખલન આ અકસ્માતનું કારણ હોઈ શકે." આ ઉપરાંત, ટ્રેક પર ડેબ્રીસ (કાટમાળ) પડ્યો હોવાની પણ શક્યતા તપાસાઈ રહી છે. ઘટનાસ્થળની તસવીરોમાં ટ્રેનના કોચ એક બાજુ નમેલા અને બચાવ કર્મચારીઓ કોચની ટોચ પર ચઢીને મુસાફરોની શોધખોળ કરતા જોવા મળ્યા.
Germany: Three dead, several injured after passenger train derails in Riedlingen
Read @ANI Story | https://t.co/wlwoK3c4oJ#Germany #Threedead #passengertrain #derails #Riedlingen pic.twitter.com/CosKRCrH6Y
— ANI Digital (@ani_digital) July 27, 2025
બચાવ કામગીરી અને તબીબી સહાય
અકસ્માતની જાણ થતાં જ બચાવ ટીમો, અગ્નિશામકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા. આ અકસ્માતને "માસ કેઝ્યુઅલ્ટી ઇવેન્ટ" તરીકે જાહેર કરવામાં આવ્યો, કારણ કે લગભગ 100 મુસાફરો ટ્રેનમાં સવાર હતા, અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. બિબેરાચ જિલ્લાના ફાયર ચીફ શાર્લોટ ઝિલરના જણાવ્યા મુજબ, લગભગ 50 લોકો ઘાયલ થયા, જેમાંથી 25ની હાલત ગંભીર છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા નજીકની હોસ્પિટલો, ખાસ કરીને ઉલ્મ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલના ટ્રોમા સર્જરીના વડા ફ્લોરિયન ગેબહાર્ડે જણાવ્યું કે ઘાયલોને હાથ-પગ, મેરૂદંડ અને માથાની ઇજાઓ થઈ છે, અને ઘણા લોકો આઘાતની સ્થિતિમાં હતા.
સરકાર અને રેલવેનું નિવેદન
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે જણાવ્યું, "બિબેરાચ જિલ્લામાં થયેલો ટ્રેન અકસ્માત મને ઊંડો આઘાત આપ્યો છે. હું આંતરિક અને પરિવહન મંત્રીઓ સાથે સતત સંપર્કમાં છું અને બચાવ કામગીરી માટે તમામ સંસાધનો ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે." ડોઇશ બાહન, જર્મનીની મુખ્ય રેલવે ઓપરેટરે પણ એક નિવેદન જારી કરીને પીડિતોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાનું વચન આપ્યું.
આ પણ વાંચો : Major Accident: અમેરિકામાં ટેકઓફ દરમિયાન વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી, 179 લોકો સવાર હતા... Live Video


