Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેનેડા બનશે અમેરિકાનું 51મું રાજ્ય? ટ્રમ્પ અને PM માર્ક કાર્ની વચ્ચે થઈ મુલાકાત

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ગણાવ્યું. પીએમ માર્ક કાર્નીએ વિલીનીકરણના મુદ્દા પર આપી આવી પ્રતિક્રિયા.
કેનેડા બનશે અમેરિકાનું 51મું રાજ્ય  ટ્રમ્પ અને pm માર્ક કાર્ની વચ્ચે થઈ મુલાકાત
Advertisement
  • કેનેડાના PM અને US રાષ્ટ્રપતિ વચ્ચે મહત્વની બેઠક (Trump Canada 51st State)
  • ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં ભેળવી દેવાનો મુદ્દો ઉઠાવ્યો
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પે હસતા હસતા કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ગણાવ્યુ

Trump Canada 51st State : તાજેતરમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના નેતાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં ભેળવી દેવાના મુદ્દાને વારંવાર ઉઠાવ્યો હતો, જોકે શરૂઆતમાં તેમણે તેને મજાક ગણાવ્યો હતો.

અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હસતાં હસતાં કેનેડાને "અમેરિકાનું 51મું રાજ્ય" ગણાવ્યું હતું. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ પણ શરૂઆતમાં હસીને આ નિવેદનને ટાળ્યું હતું, પરંતુ બેઠક દરમિયાન આ મુદ્દો ફરી એકવાર સામે આવ્યો હતો.

Advertisement

પીએમ કાર્નીએ ટ્રમ્પના નિવેદન પર સીધી પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું, ત્યારે ટ્રમ્પે ફરી કહ્યું: "હું ખૂબ જ રચનાત્મક રહ્યો છું. ખૂબ જ વિચારીને કહ્યું છે - કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા." ટ્રમ્પે પોતાના નિવેદનને મજાક નહીં, પણ 'વિચારપૂર્વક'નું ગણાવીને આશ્ચર્ય સર્જ્યું હતું.

Advertisement

કાર્નીના વખાણ વચ્ચે ફરી 'વિલીનીકરણ'નો ઉલ્લેખ (Trump Canada 51st State)

બેઠકમાં પીએમ માર્ક કાર્ની ટ્રમ્પના વખાણ કરી રહ્યા હતા. કાર્નીએ ટ્રમ્પને 'પરિવર્તનકારી રાષ્ટ્રપતિ' ગણાવ્યા અને કહ્યું કે તેમના નેતૃત્વ હેઠળ અર્થતંત્રમાં પરિવર્તન આવ્યું છે.

ત્રીજી વાર આ મુદ્દો ઉઠાવ્યો (Trump Canada 51st State)

કાર્નીએ ટ્રમ્પની વિદેશ નીતિની સફળતાઓનો ઉલ્લેખ કર્યો, જેમાં નાટો સહયોગીઓ પ્રત્યે સંરક્ષણ ખર્ચની અભૂતપૂર્વ પ્રતિબદ્ધતા, ભારત-પાકિસ્તાન શાંતિ પ્રયાસો, અને ઈરાનને આતંકવાદી શક્તિ તરીકે નિષ્ક્રિય કરવું સામેલ છે. કાર્નીના વખાણ ચાલી રહ્યા હતા, ત્યારે ટ્રમ્પે તેમને વચ્ચેથી અટકાવીને ત્રીજી વાર આ મુદ્દો ઉઠાવ્યો: "કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સનું વિલીનીકરણ!"

સંઘર્ષો ઉકેલવા પર વાતચીત

બંને નેતાઓએ કબૂલ્યું કે ભલે તાજેતરમાં કેટલાક સ્વાભાવિક સંઘર્ષો થયા હોય, પરંતુ તેઓ તેને ઉકેલવા માટે સક્ષમ હશે. ટ્રમ્પે બંને દેશોના મજબૂત સંબંધોની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ વેપાર, ગાઝા સહિતના વિષયો પર ચર્ચા કરશે.ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ એવા કરારો કરશે જે બંને દેશો માટે સારા હશે.

બંને દેશો વચ્ચેનો તાજેતરનો તણાવ

નોંધનીય છે કે કેનેડા અને અમેરિકા વચ્ચે વિદેશ નીતિને લઈને તાજેતરમાં તણાવ ખુલ્લો પડી ગયો છે. અમેરિકા સતત ઇઝરાયેલને સમર્થન આપી રહ્યું છે, જ્યારે કેનેડાએ તાજેતરમાં પેલેસ્ટાઇનને રાજ્ય તરીકે માન્યતા આપી છે. ગત મે મહિનામાં પણ બંને નેતાઓની મુલાકાત થઈ હતી, ત્યારે પીએમ કાર્નીએ સ્પષ્ટ કર્યું હતું કે કેનેડા ક્યારેય વેચાશે નહીં, કારણ કે ટ્રમ્પ કેનેડાને ખરીદવાની કે તેના પર કબજો કરવાની વારંવાર ધમકીઓ આપતા રહ્યા હતા.

આ પણ વાંચો : PM મોદીએ ટેલિફોન પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

Tags :
Advertisement

.

×