ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

US VS કેનેડા: ટ્રમ્પે કેનેડિયન માલ પર વધુ 10% ટેરિફ વધારી કુલ 45% કર્યો!

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર વધુ 10% ટેરિફ વધારીને કુલ 45% સુધીનો ટેક્સ લાદ્યો છે. ઓન્ટારિયો પ્રાંત દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન ની વિવાદાસ્પદ જાહેરાતનો જવાબ આપવા આ પગલું લેવાયું છે. ટ્રમ્પે જાહેરાતને 'અપમાનજનક' ગણાવી, જ્યારે કેનેડાએ વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી બતાવી છે.
08:14 AM Oct 26, 2025 IST | Mihirr Solanki
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર વધુ 10% ટેરિફ વધારીને કુલ 45% સુધીનો ટેક્સ લાદ્યો છે. ઓન્ટારિયો પ્રાંત દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન ની વિવાદાસ્પદ જાહેરાતનો જવાબ આપવા આ પગલું લેવાયું છે. ટ્રમ્પે જાહેરાતને 'અપમાનજનક' ગણાવી, જ્યારે કેનેડાએ વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી બતાવી છે.
trump canada tariff hike

Trump Canada Tarrff Hike : અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલો આર્થિક સંઘર્ષ ફરી એકવાર ચર્ચામાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump Canada Tariff) શનિવારે એક ચોંકાવનારો નિર્ણય લેતા કેનેડા પર લાદવામાં આવેલા ટેરિફમાં 10% નો વધારો (10 Percent Tariff Hike) જાહેર કર્યો છે. આ વધારા સાથે, હવે કેનેડાથી આવતા માલસામાન પર કુલ 45% સુધીનો ટેક્સ (Total 45% Tax on Canada) લાગુ થશે.

વિવાદાસ્પદ ઓન્ટારિયો જાહેરાતનો વિવાદ – Ontario Controversial Ad

ટ્રમ્પનું આ પગલું કેનેડાના ઓન્ટારિયો પ્રાંત (Ontario Province Ad) દ્વારા જારી કરાયેલી વિવાદાસ્પદ જાહેરાતના જવાબમાં આવ્યું છે. આ જાહેરાતમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનનો (Ronald Reagan Video Clip) વીડિયો દર્શાવાયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ટેરિફ નીતિઓ આર્થિક સંકટ અને વ્યાપાર યુદ્ધોને જન્મ આપે છે. ટ્રમ્પે આ જાહેરાતને "ખોટી, ભ્રામક અને અપમાનજનક"  ગણાવીને કેનેડા પર મોટો આર્થિક પ્રહાર કર્યો છે.

45% સુધીના ટેક્સનો આર્થિક પ્રહાર – US Canada Trade War

ઓન્ટારિયો સરકારે પ્રસારિત કરેલી આ જાહેરાતમાં રીગનનું એક જૂનું વીડિયો ક્લિપ હતું, જેમાં તેઓ કહી રહ્યા હતા કે "ટેરિફ આર્થિક સંકટ અને વેપાર યુદ્ધનું કારણ બને છે." ટ્રમ્પે આ જાહેરાતને "અસત્ય" ગણાવતાં કહ્યું કે આ માત્ર અમેરિકા પ્રત્યેનો અનાદર નથી, પણ તેમના વહીવટીતંત્રની નીતિઓને પણ ખોટી રીતે રજૂ કરે છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ (Truth Social Trump Post) પર પોસ્ટ કરીને લખ્યું, "કેનેડાની જૂઠી વાતો અને શત્રુતાપૂર્ણ વલણ (Canada Hostile Attitude) ને જોતાં, હું ત્યાંથી આવતા માલસામાન પર ટેરિફમાં 10% નો વધુ વધારો કરી રહ્યો છું."

રોનાલ્ડ રીગન વીડિયો ક્લિપનો ઉપયોગ – Ronald Reagan Tariff Quote

ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે (Doug Ford Ontario) શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ આ જાહેરાતને આવતા અઠવાડિયે ટીવી ચેનલો પરથી હટાવી લેશે. તેમ છતાં ટ્રમ્પે વાંધો ઉઠાવ્યો કે આ જાહેરાત વર્લ્ડ સિરીઝના પહેલા દિવસે પણ પ્રસારિત થઈ, જેનાથી મામલો વધુ ગંભીર બન્યો. ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી કેનેડા "પોતાના વ્યવહારમાં સુધારો નહીં કરે", ત્યાં સુધી ટેરિફમાં રાહત આપવાનો કોઈ પ્રશ્ન નથી.

કેનેડા વાટાઘાટો માટે તૈયાર – Canada Ready for Trade Talks

કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ (Mark Carney Canada) નિવેદન જારી કરીને કહ્યું કે તેમનો દેશ અમેરિકા સાથે વેપાર વાટાઘાટો (US Canada Trade Talks) ફરી શરૂ કરવા માટે તૈયાર છે. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જુલાઈ 2025માં ટ્રમ્પે કેનેડાથી આવતા માલ પરનો ટેક્સ 25% થી વધારીને 35% કર્યો હતો. ઉપરાંત માર્ચથી જ કેનેડિયન સ્ટીલ, એલ્યુમિનિયમ, ઊર્જા ઉત્પાદનો અને ઓટોમોબાઇલ પાર્ટ્સ પર ભારે ટેક્સ લાદવામાં આવી રહ્યા છે. હવે કુલ 45% ટેક્સ સાથે આર્થિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. નિષ્ણાતો માને છે કે આ પગલું વૈશ્વિક વ્યાપાર માહોલ (Global Trade Environment) પર અસર કરશે, કારણ કે કેનેડા અમેરિકાનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. રાજકીય નિષ્ણાતોના મતે, 'જાહેરાત વિવાદ'ને કારણે બંને પક્ષો માટે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવી મુશ્કેલ બની ગઈ છે.

આ પણ વાંચો : રશિયાનો યુક્રેન પર Iskander Missile વડે મોટો હુમલો, ઉર્જા-રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમર તુટી

Tags :
Canada Tariff HikDonald TrumpRonald Reagantrade warUS Canada Relations
Next Article