Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Trump China tariffs: ચીન સામે ઘૂંટણિયે પડ્યા ટ્રમ્પ? ટેરિફ સસ્પેન્સન 90 દિવસ લંબાવ્યું

ટ્રમ્પે ચીની સામાન પર લાગુ ટેરિફ સસ્પેન્સનને વધુ 90 દિવસ માટે લંબાવ્યું. આ નિર્ણયથી વેપારી યુદ્ધનો ખતરો ટળ્યો છે અને સંબંધો સુધારવાનો સમય મળશે.
trump china tariffs  ચીન સામે ઘૂંટણિયે પડ્યા ટ્રમ્પ  ટેરિફ સસ્પેન્સન 90 દિવસ લંબાવ્યું
Advertisement

  • ટેરિફ મુદ્દે ચીન સામે ઘૂંટણિયે પડ્યા ટ્રમ્પ!
  • ચીન પર ટેરિફ સસ્પેન્સનને ટ્રમ્પે લંબાવી દીધું
  • ટ્રમ્પે ચીનને વધુ 90 દિવસની આપી મુદ્દત
  • એક્ઝિક્યુટિવ ઓર્ડર પર ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
  • ચીની સામાન પર લાગશે ફક્ત 30 ટકા ટેરિફ

 Trump China tariffs: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેના વેપારી યુદ્ધમાં રાહત આપતો નિર્ણય લઈને ચીની સામાન પરના ટેરિફ સસ્પેન્સનને ( Trump China tariffs) વધુ 90 દિવસ માટે લંબાવ્યું છે. 11 ઓગસ્ટ, 2025ના રોજ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ટ્રમ્પે આ જાહેરાત કરી, જેની પુષ્ટિ તેમણે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર કરી. આ નિર્ણયથી ચીની આયાત પર 145% અને અમેરિકી નિકાસ પર 125%ના ટેરિફનો ખતરો ટળ્યો છે. હાલમાં, ચીની સામાન પર 30% અને અમેરિકી સામાન પર 10% ટેરિફ યથાવત રહેશે, જે મે 2025માં નક્કી થયેલા કરારનો ભાગ છે.

Advertisement

Advertisement

આ પગલું વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના વેપારી તણાવને ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. ટ્રમ્પે 10 ઓગસ્ટે ચીનને અમેરિકી સોયાબીનની ખરીદી ચાર ગણી કરવાની માગણી કરી હતી, પરંતુ નિષ્ણાતો આની શક્યતા પર શંકા વ્યક્ત કરે છે. આ ઉપરાંત, અમેરિકાએ ચીનને રશિયન તેલની ખરીદી બંધ કરવા દબાણ કર્યું, જેના જવાબમાં ટ્રમ્પે સેકન્ડરી ટેરિફની ધમકી આપી હતી.

ચીને પણ ટેરિફ સ્થગિત રાખવાની કરી પુષ્ટી (Trump China tariffs)

બંને દેશોના વેપારી અધિકારીઓએ મેમાં જિનીવા, જૂનમાં લંડન અને જુલાઈમાં સ્ટોકહોમમાં બેઠકો યોજી, જેમાં વેપારી સંબંધો સુધારવા અને ટેરિફ ઘટાડવાની ચર્ચા થઈ. આ વિસ્તરણથી બંને દેશોને વધુ સમય મળશે, જે આગામી શિખર બેઠકનો માર્ગ મોકળો કરશે. ચીનના વાણિજ્ય મંત્રાલયે પણ 90 દિવસ માટે ટેરિફ વધારાને સ્થગિત રાખવાની પુષ્ટિ કરી છે.

અમેરિકાના વેપારીઓને મળશે રાહત

આ નિર્ણયથી અમેરિકી વેપારીઓ અને ઉપભોક્તાઓને રાહત મળશે, કારણ કે ઊંચા ટેરિફથી ભાવવધારો અને આર્થિક અસ્થિરતાનો ભય હતો. જોકે, ચીનના રેર અર્થ મિનરલ્સ પરની નિર્ભરતા અને બૌદ્ધિક સંપદા જેવા મુદ્દાઓ હજુ અકબંધ છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે પૂરી કરી પાકિસ્તાનની મેલી મુરાદ! BLA અને માજિદ બ્રિગેડને જાહેર કર્યું વિદેશી આતંકી સંગઠન

Tags :
Advertisement

.

×