ગાઝા પીસ પ્લાન પર વૈશ્વિક સંમતિ : PM મોદીએ ટ્રમ્પની શાંતિ યોજનાને બિરદાવી
- PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની શાંતિ યોજનાને આપ્યુ સમર્થન ( PM Modi Statement Gaza)
- ગાઝા સંઘર્ષના સમાધાન માટે ટ્રમ્પની યોજનાને વિશ્વએ આવકારી
- સોશિયલ મીડિયા X પર ટ્રમ્પના નેેતૃત્વનું કર્યુ સ્વાગત
- ગાઝામાં શાંતિ સ્થાપવાના પ્રયાસો નિર્ણાયક પ્રગિત તરફ : મોદી
PM Modi Statement Gaza :અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા સંઘર્ષના સમાધાન માટે જાહેર કરાયેલા પીસ પ્લાન (શાંતિ યોજના)થી ક્ષેત્રમાં શાંતિના પ્રયાસોને નિર્ણાયક વળાંક મળ્યો છે. આ પહેલને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સહિત અનેક વૈશ્વિક નેતાઓએ સમર્થન આપ્યું છે.
પીએમ મોદીએ ટ્રમ્પના નેતૃત્વનું કર્યુ સ્વાગત (PM Modi Statement Gaza)
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્રમ્પના નેતૃત્વનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગાઝામાં શાંતિ સ્થાપવાના પ્રયાસો નિર્ણાયક પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છે.
ભારત શાંતિના પક્ષમાં (PM Modi Statement Gaza)
PM મોદીએ ખાસ કરીને બંધકોની મુક્તિના સંકેતને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું, જે સંઘર્ષને સમાપ્ત કરવા માટે આશા જગાવે છે. ભારતે સ્પષ્ટ કર્યું કે દેશ ટકાઉ અને ન્યાયપૂર્ણ શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસોને મજબૂત સમર્થન આપવાનું ચાલુ રાખશે.
We welcome President Trump’s leadership as peace efforts in Gaza make decisive progress. Indications of the release of hostages mark a significant step forward.
India will continue to strongly support all efforts towards a durable and just peace.@realDonaldTrump @POTUS
— Narendra Modi (@narendramodi) October 4, 2025
ઓસ્ટ્રેલિયન PM અલ્બનીઝનું આહ્વાન
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે પણ ટ્રમ્પની યોજનાને પૂર્ણ સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા આ પ્રગતિનું સ્વાગત કરે છે અને હમાસને તાત્કાલિક હથિયાર હેઠા મૂકવા અને બાકીના તમામ બંધકોને મુક્ત કરવા માટે સ્પષ્ટ સંદેશ આપ્યો. અલ્બનીઝે કહ્યું કે આ પગલું યુદ્ધને સમાપ્ત કરવા અને ન્યાયી ઉકેલ તરફ આગળ વધવા માટે જરૂરી છે. ઓસ્ટ્રેલિયા શાંતિ અને સ્થાયી સમાધાન માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
— Anthony Albanese (@AlboMP) October 3, 2025
ઇઝરાયેલ અને હમાસનો પ્રતિભાવ (PM Statement Gaza)
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે પણ યોજનાના પ્રથમ તબક્કાના ત્વરિત અમલ માટે તૈયારી દર્શાવી છે, જેમાં તમામ બંધકોની મુક્તિનો સમાવેશ થાય છે. બીજી તરફ, હમાસે યોજનાના કેટલાક ભાગો (જેમ કે બંધકોની અદલાબદલી)નું સ્વાગત કર્યું છે, પરંતુ નિઃશસ્ત્રીકરણ અને શાસનમાંથી બહાર થવા જેવી જોગવાઈઓ પર વાટાઘાટોની માંગણી કરી છે.
ટ્રમ્પનો ગાઝા પીસ પ્લાન: મુખ્ય જોગવાઈઓ (PM Modi Statement Gaza)
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલી શાંતિ યોજના ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક વ્યાપક રોડમેપ પૂરો પાડે છે:
1. યુદ્ધવિરામ અને બંધકોની આપલે
તાત્કાલિક યુદ્ધવિરામ: બંને પક્ષો વચ્ચે દુશ્મનીનો ત્વરિત અંત લાવવો.
બંધકોની મુક્તિ: કાયમી યુદ્ધવિરામ લાગુ થયાના 72 કલાકની અંદર બાકીના તમામ 48 બંધકો (જીવતા અને મૃતદેહો)ને મુક્ત કરવા.
કેદીઓની મુક્તિ: બંધકોની મુક્તિના બદલામાં, ઇઝરાયેલ 2,000થી વધુ પેલેસ્ટિનિયન સુરક્ષા કેદીઓ અને મૃત ગાઝાવાસીઓના મૃતદેહોને સોંપશે.
2. શાસન અને નિઃશસ્ત્રીકરણ
ઇઝરાયેલી સેનાની વાપસી: સમજૂતી સ્વીકારાયા પછી ઇઝરાયેલ તબક્કાવાર રીતે ગાઝા પટ્ટીમાંથી સૈન્ય પાછું ખેંચશે.
હમાસનું નિઃશસ્ત્રીકરણ: યોજનામાં હમાસને હથિયારો છોડવા અને તેના લશ્કરી માળખાને નષ્ટ કરવા માટે કહેવાયું છે.
શાસનમાં ભૂમિકાનો અંત: ભવિષ્યના ગાઝાના શાસનમાં હમાસની કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા રહેશે નહીં.
3. આંતરરાષ્ટ્રીય દેખરેખ અને પુનર્નિર્માણ
અસ્થાયી વહીવટ: ગાઝાનું શાસન એક બિન-રાજકીય પેલેસ્ટિનિયન સમિતિના હસ્તક રહેશે, જેની દેખરેખ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતાવાળા આંતરરાષ્ટ્રીય શાંતિ બોર્ડ દ્વારા કરવામાં આવશે.
પુનર્નિર્માણ: ગાઝાનું પુનર્નિર્માણ કરવામાં આવશે, જેનો ખર્ચ મુખ્યત્વે આરબ દેશો ઉઠાવશે.
4. માફી અને વૈકલ્પિક રસ્તો
માફી: હથિયાર છોડીને શાંતિપૂર્ણ જીવન જીવવાની શપથ લેનાર હમાસના સભ્યોને માફી આપવામાં આવશે.
નિકાલ: જે હમાસ સભ્યો ગાઝા છોડવા માંગે છે, તેમને સુરક્ષિત રીતે જવાની પરવાનગી આપવામાં આવશે.
સંક્ષિપ્તમાં, આ યોજના બંધક સંકટનો અંત લાવવા, ગાઝાને આતંકવાદ મુક્ત કરવા અને આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે પુનર્નિર્માણ પર કેન્દ્રિત છે.
આ પણ વાંચો : ગાઝા યુદ્ધવિરામ: ટ્રમ્પનું હમાસને અલ્ટીમેટમ, 'સમજૂતિ સ્વિકારો નહીં તો ભયાનક વિનાશ'


