Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

White House: રશિયા-યુક્રેનનો યુદ્વ ખતમ કરવા માટે ટ્રમ્પે ભારત પર ટેરિફ લગાવ્યો, વ્હાઇટ હાઉસે જાહેર કર્યું નિવેદન

White House statement ભારત પર ટેરિફ મામલે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનના યુદ્વ અટકાવવા માટે ટેરિફ ભારત પર લાદવામાં આવ્યો છ
white house  રશિયા યુક્રેનનો યુદ્વ ખતમ કરવા માટે ટ્રમ્પે ભારત પર ટેરિફ લગાવ્યો  વ્હાઇટ હાઉસે જાહેર કર્યું નિવેદન
Advertisement
  • ભારત પર લગાવેલા ટેરિફ મામલે  White House statement આપ્યું
  • રશિયા-યુક્રેનનો યુદ્વ રોકવા ભારત પર લગાવ્યો ટેરિફ
  • ટેરિફ મામલે ના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આપ્યું નિવેદન

અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, 25 ટકા ટેરિફ અને બીજા અતિરેક 25 ટકા કરી ને કુલ 50 ટકા ટેરિફ ભારત પર લગાવ્યો છે. ભારત પર લગાવેલા  ટેરિફ મામલે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનના યુદ્વ અટકાવવા માટે ટેરિફ ભારત પર લાદવામાં આવ્યો છે.

નોંધનીય છે કે પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે યુક્રેન અને રશિયાના યુદ્વને ખતમ કરવા માટે ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો હતો, ટ્રમ્પે રશિયા અને યુક્રેનના યુદ્વને અટકાવવા માટે આ અસરકારક પગલું ભર્યું છે. ભારત પર પ્રતિબંધ લાદીને રશિયા પર દબાણ વધારવાનો મુખ્ય હેતુ હતો.

Advertisement

Advertisement

White House statement પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આપ્યું નિવેદન

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા હતા. ઝેલેન્સ્કીએ યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે પુતિન સાથે ત્રિપક્ષીય બેઠકની ઇચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે તેમનો દિવસ ખૂબ જ સફળ રહ્યો, જ્યારે ઝેલેન્સ્કીએ કહ્યું કે આ તેમની અમેરિકન રાષ્ટ્રપતિ સાથે સફલ વાર્તાલાપ થયો છે.લેવિટે વધુમાં કહ્યું કે ટ્રમ્પ શક્ય તેટલી વહેલી તકે શાંતિ સ્થાપિત કરવા માંગે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ આગળ વધવા માંગે છે અને શક્ય તેટલી વહેલી તકે આ યુદ્ધનો અંત લાવવા માંગે છે.લેવિટે વધુમાં કહ્યું કે હું તમને ખાતરી આપી શકું છું કે યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર અને ટ્રમ્પનું વહીવટીતંત્ર આ દ્વિપક્ષીય સંવાદને શક્ય બનાવવા માટે રશિયા અને યુક્રેન બંને સાથે સતત વાતચીત કરી રહ્યો શાંતિ સ્થાપિત કરવાના ટ્રમ્પના અથાક પ્રયાસોને કારણે જ યુરોપિયન નેતાઓ પુતિન સાથેની મુલાકાતના 48 કલાકની અંદર વ્હાઇટ હાઉસમાં હાજર હતા.

 White House statement   યુરોપિયન નેતાઓ વ્હાઇટ હાઉસ પહોંચવા લાગ્યા

લેવિટે કહ્યું કે રાષ્ટ્રપતિએ અમેરિકન ધરતી પર રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાતના 48 કલાક પછી વ્હાઇટ હાઉસમાં આ બધા યુરોપિયન નેતાઓને મળ્યા હતા., રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત પછી તરત જ આ યુરોપિયન નેતાઓને આપવામાં આવેલી બ્રીફિંગ સફળ રહી હતી

આ પણ વાંચો:   Russian crude oil : ટેરિફ વચ્ચે રશિયાની મોટી જાહેરાત, ભારત માટે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડ્યા

Tags :
Advertisement

.

×