ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Trump inauguration : અમેરિકાને ફરીથી ઉત્પાદન કેન્દ્ર બનશે

અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે દુનિયા આપણો ઉપયોગ કરી શકશે નહીં Trump inauguration: ડોનાલ્ડ ટ્રમ્પે (Trump inauguration)અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. શપથ લીધા બાદ પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે...
11:40 PM Jan 20, 2025 IST | Hiren Dave
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે દુનિયા આપણો ઉપયોગ કરી શકશે નહીં Trump inauguration: ડોનાલ્ડ ટ્રમ્પે (Trump inauguration)અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. શપથ લીધા બાદ પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે...
Donald Trump inauguration

Trump inauguration: ડોનાલ્ડ ટ્રમ્પે (Trump inauguration)અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. શપથ લીધા બાદ પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે 'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે. ટ્રમ્પે કહ્યું કે ''હવે દુનિયાનો કોઈપણ દેશ આપણો ઉપયોગ કરી શકશે નહીં. વધુમાં કહ્યું,કે અમારી સાર્વભૌમત્વ જાળવીશું અને દુનિયા આપણો ઉપયોગ કરી શકશે નહીં તેમજ અમેરિકામાં હવે ઘૂસણખોરી નહીં થાય. આ દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર મેક અમેરિકા ગ્રેટ અગેઇનના નારાનું પુનરાવર્તન કર્યું હતું.

અમેરિકાની સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા

ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે. આપણે અમેરિકાને ફરીથી ઉત્પાદન કેન્દ્ર બનાવીશું. અમે ફરીથી અમેરિકાની ઉર્જા આખી દુનિયાને મોકલીશું. આપણે ફરીથી એક સમૃદ્ધ દેશ બનાવવા જઈ રહ્યા છીએ. મોંઘવારી ઘટાડવા માટે પગલાં લેવામાં આવશે. ઓટો ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નિર્ણયો લેવામાં આવશે. વેપાર ફરી સુધરશે અને ટેરિફ અને કર ફરીથી વધારવામાં આવશે અને આપણા દેશના લોકોને ફરીથી સમૃદ્ધ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.

આ પણ  વાંચો-ડોનાલ્ડ ટ્રમ્પ માટે પીએમ મોદીનો ખાસ પત્ર લઈને ગયા વિદેશ મંત્રી જયશંકર , આજે છે શપથ ગ્રહણ સમારોહ

અમેરિકામાંથી ગેરકાયદેસર લોકોને હાંકી કાઢીશું: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ સરહદ પર ગેરકાયદેસર ઘુસણખોરોને રોકવા માટે ઈમરજન્સી જાહેર કરી દીધી છે. મેક્સિકન સરહદ પર દિવાલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. દક્ષિણ સરહદો પર રાષ્ટ્રીય ઈમરજન્સી લાદવામાં આવશે. દેશમાં સંગઠિત અપરાધ વિરુદ્ધ આજે કાયદો બનાવવામાં આવશે. અમે અમેરિકામાંથી ગેરકાયદેસર લોકોને હાંકી કાઢીશું. મેક્સિકન સરહદ પર વધારાના સૈનિકો મોકલવામાં આવશે.

 

Tags :
Biden ageBill Clintonbill clinton agedonald trump agedonald trump wifej d vancej d vance wifeJD Vancejd vance wifeJoe BidenKamala Harrispresident of usatrump agetrump swearing intrump wifeus presidentus presidentsus vice presidentUSAvice president of the united statesvice president of usavice president of usa 2025
Next Article