'Trump is Dead', સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા આશ્ચર્ય
- પોતાના નિર્ણયોથી ચર્ચામાં રહેતા ટ્રમ્પ, સ્વાસ્થ કારણોસર ફરી ટ્રેન્ડમાં
- ટ્રમ્પ મરી ગયા છે, આ સોશિયલ મીડિયામાં ભારે ટ્રેન્ડીંગ બન્યું
- ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સના નિવેદને આગમાં ઘી હોમ્યું
Trump Is Dead : 'Trump is Dead.....' સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઝડપી વાયરલ થઇ રહ્યું છે. હાલ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ રાષ્ટ્રપતિ (US President Donald Trump) છે. આ ટ્રેન્ડ વિશ્વભરના ઇન્ટરનેટ યુઝર્સનું (World Wide Internet) ધ્યાન ખેંચાયું છે. આ ટ્રેન્ડ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મૃત્યુથી સંબંધિત અફવાઓ વિશે છે.
if trump is dead i will give 100 dollars to anyone who likes this tweet pic.twitter.com/Jf6zfpJVAd
— The Daily Snitch (@TheDailySnitch) August 30, 2025
જેડી વેન્સનું તાજેતરનું નિવેદન ચર્ચામાં
આ ટ્રેન્ડથી ઇન્ટરનેટ યુઝર્સનું પ્રબળ અનુમાન લગાડી રહ્યા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સ્વાસ્થ્ય સંબંધી પડકારો સામે ઝઝૂમી રહ્યા છે. આ વચ્ચે જ ટ્રમ્પ વિશે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું (US Vice President JD Vance) તાજેતરનું નિવેદન પણ ભારે ચર્ચામાં આવ્યું છે.
જેડી વેન્સ ટ્રમ્પનું સ્થાન લેવા માટે તૈયાર છે
અહેવાલ મુજબ, બુધવારે યુએસના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે (US Vice President JD Vance) એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 'અમેઝિંગ એનર્જી' અને સારા સ્વાસ્થ્યમાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો આવી કોઈ 'અનિચ્છનીય ઘટના' બને છે, તો તે ટ્રમ્પનું સ્થાન લેવા માટે તૈયાર છે, કેમ કે, તેમણે ઉપરાષ્ટ્રપતિ તરીકેની 'તાલીમ' પ્રાપ્ત છે.
TRUMP IS DEAD pic.twitter.com/zXziKSKfTe
— Leo (@leo_bh21) August 30, 2025
ટ્રમ્પને આ રોગ છે
દરમિયાન ટ્રમ્પના ડોક્ટરે તાજેતરમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે એક ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી નામની બિમારી (સીવીઆઈ) છે, જે ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં એક સામાન્ય પરિસ્થિતી છે.
માઇમ્સ વાયરલ થઈ રહ્યા છે
એક ઇન્ટરનેટ યુઝર્સે પોતાના એકાઉન્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું કાર્ટુન પોસ્ટ કર્યું છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, અગર ડોનાલ્ડ ટ્રમ્પ મરી જશે, તો આ ટ્વીટને લાઇક કરનારને હું 100 ડોલર આપીશ, અન્ય યુઝરકે લખ્યું કે, આ વાત પર ચૂપકિદી બાદ કે, તેઓ મરી ચૂક્યા છે કે નહીં, હું તમામ ટ્વીટને લાઇક કરવાનું જારી રાખીશ, જેમાં ટ્રમ્પ મરી ગયા તેવું લખ્યું છે. આજરોજ અચાનક Trump is Dead ટ્રેન્ડ કરવા લાગ્યું છે.
આ પણ વાંચો ----- Donald Trump ને US કોર્ટ તરફથી મોટો ઝટકો, ટેરિફને ગણાવ્યો ગેરકાયદેસર


