Trump Modi friendship : ટ્રમ્પના બદલાયા સૂર,PM મોદીને ખાસ મિત્ર ગણાવતા કહ્યું, હવે સફળ ટ્રેડ ડિલ પર થશે વાત
- ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત PM મોદીને ગણાવ્યા મિત્ર (Trump Modi friendship )
- ટ્રેડ ડિલ પર વાત કરતા કહ્યું, તે મારા ખૂબ સારા મિત્ર
- આવતા અઠવાડિયે અમે સફળ ડિલ પર વાતચીત કરીશું
- વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે વાટાઘાટનું પરિણામ સફળ આવશે
- હું મારા મિત્ર સાથે વાતચીત કરવા માટે ઉત્સક છું: ટ્રમ્પ
Trump Modi friendship : અમેરિકા અને ભારતના સંબંધો હાલ વણસેલા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ નરમ પડ્યા હોય તેવુ લાગી રહ્યું છે કારણ કે, ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું છે કે, તેમને પૂરો વિશ્વાસ છે કે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોનું 'સફળ પરિણામ' આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ આવનારા અઠવાડિયામાં તેમના 'ખૂબ સારા મિત્ર' વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, તેમને આ જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે કે ભારત અને અમેરિકા વેપાર સંબંધિત અવરોધોને દૂર કરવા માટે વાતચીત ચાલુ રાખી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું, "હું મારા ખૂબ સારા મિત્ર, વડાપ્રધાન મોદી સાથે આવનારા અઠવાડિયામાં વાતચીત કરવા માટે આતુર છું. મને ખાતરી છે કે આપણા બંને મહાન દેશો માટે આ વાટાઘાટોનું સફળ નિષ્કર્ષણ આવશે."
અગાઉના નિવેદનમાં સંબંધોને 'ખાસ' ગણાવ્યા હતા (Trump Modi friendship)
આ અગાઉ, શનિવારે પણ ટ્રમ્પે ભારત-અમેરિકાના સંબંધોને 'ખાસ' ગણાવ્યા હતા અને વડાપ્રધાન મોદી સાથેના પોતાના મજબૂત સંબંધો પર ભાર મૂક્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું, "હું હંમેશા વડાપ્રધાન મોદીનો મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે. હું હંમેશા તેમનો મિત્ર રહીશ, પરંતુ હાલમાં તેઓ જે કરી રહ્યા છે તે મને પસંદ નથી. તેમ છતાં, ભારત અને અમેરિકાનો સંબંધ ખૂબ જ ખાસ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. ક્યારેક આપણા વચ્ચે થોડા મતભેદો થઈ જાય છે."
આ પણ વાંચો : Nepal માં રાજકિય સંકટ વચ્ચે યુવાવર્ગ આ નેતાને PM તરીકે જોવા માંગે છે! જાણો તેમના વિશે
PM મોદીએ આપ્યો હતો જવાબ
આના જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ આ સંબંધોનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું હતું. તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓ અને અમારા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની હું ઊંડાણપૂર્વક પ્રશંસા કરું છું અને તેને સંપૂર્ણપણે સ્વીકારું છું. ભારત અને અમેરિકા વચ્ચે એક ખૂબ જ સકારાત્મક અને ભવિષ્યલક્ષી, વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે."
ટ્રમ્પ મોદીને આપી રહ્યા છે મહત્વ (Trump Modi friendship)
નિષ્ણાતોના મતે, આ નિવેદનો દર્શાવે છે કે, વ્યાપાર સંબંધિત કેટલાક નાના મુદ્દાઓ પર અસહમતિ હોવા છતાં, બંને દેશો અને તેમના નેતાઓ વચ્ચેનો વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારી અત્યંત મજબૂત છે. ટ્રમ્પના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે, તેઓ ભારતીય બજાર અને વડાપ્રધાન મોદીના નેતૃત્વને મહત્વ આપી રહ્યા છે.
આ પણ વાંચો : Nepal માં તખ્તાપલટ બાદ હવે સત્તા સેનાના હાથમાં, આર્મી ચીફે કરી જાહેરાત


