Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાઝા-ઈઝરાયેલની શાંતિ વાર્તા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ નેતન્યાહૂ પર થયા ગુસ્સે, આપી દીધી ગાળ

હમાસે શાંતિ પ્રસ્તાવ પર સંમતિ આપ્યા છતાં ઇઝરાયેલના અસહયોગથી ટ્રમ્પ ગુસ્સે. જાણો યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિના પ્રથમ તબક્કાની વિગતો.
ગાઝા ઈઝરાયેલની શાંતિ વાર્તા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ નેતન્યાહૂ પર થયા ગુસ્સે  આપી દીધી ગાળ
Advertisement
  • ગાઝા ઈઝરાયેલની શાંતિ વાર્તા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગુસ્સે (Trump Netanyahu Gaza)
  • ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ઉગ્ર વાતચીત
  • ફોન પરની વાતચીત દરમિયાન બંને વચ્ચે મામલો ગરમાયો
  • ટ્રમ્પે નેતન્યાહૂ માટે કઠોર અને અયોગ્ય શબ્દનો કર્યો ઉપયોગ

Trump Netanyahu Gaza : હમાસે શાંતિ પ્રસ્તાવ પર સંમતિ આપ્યા છતાં ઇઝરાયેલના અસહયોગથી ટ્રમ્પ ગુસ્સે. જાણો યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિના પ્રથમ તબક્કાની વિગતો.

ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટેના રાજદ્વારી પ્રયાસો વચ્ચે, અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની વાતચીત ઉગ્ર બની હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોન પરની વાતચીત દરમિયાન મામલો એટલો ગરમાયો હતો કે ટ્રમ્પે નેતન્યાહૂ માટે કઠોર અને અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

Advertisement

ટ્રમ્પ આ સંઘર્ષને સમાપ્ત કરવાનો શાંતિદૂત તરીકેનો શ્રેય મેળવવા માગે છે, જેથી તેમણે રજૂ કરેલા શાંતિ પ્રસ્તાવને ઇઝરાયેલ સ્વીકારે તે માટે દબાણ કરી રહ્યા હતા.

Advertisement

20-સૂત્રીય પ્રસ્તાવ પર હમાસની સંમતિ

ટ્રમ્પે ગાઝામાં યુદ્ધ રોકવા માટે એક 20-સૂત્રીય શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ પર હમાસે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર સંમતિ દર્શાવી છે. હમાસે બંધકોને મુક્ત કરવાની તૈયારી બતાવી છે, પરંતુ બદલામાં ઇઝરાયેલ પાસે પેલેસ્ટિનિયન કેદીઓને છોડવા અને ગાઝામાંથી સેનાને સંપૂર્ણપણે હટાવી લેવાની શરત મૂકી છે. આ સંમતિ મળ્યા બાદ, ટ્રમ્પે ઇઝરાયેલને તાત્કાલિક બોમ્બમારો રોકવા અને વાટાઘાટો આગળ વધારવા માટે આગ્રહ કર્યો હતો.

ઇઝરાયેલના અસહયોગથી ટ્રમ્પ ગુસ્સે (Trump Netanyahu Gaza)

જોકે, ઇઝરાયેલે બોમ્બમારો રોકવાનો ઇનકાર કરી દીધો. ત્રણ દિવસમાં સેંકડો પેલેસ્ટિનિયનોના મોત થયા, જેનાથી ટ્રમ્પ અત્યંત નારાજ થયા.જ્યારે ટ્રમ્પે ફોન પર નેતન્યાહૂ પાસેથી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે નેતન્યાહૂએ હમાસની સંમતિ પર કોઈ સંતોષ વ્યક્ત ન કર્યો. 'એક્સિયસ' (Axios) ના અહેવાલ મુજબ, જ્યારે નેતન્યાહૂએ કહ્યું કે "આમાં ખુશ થવા જેવું કંઈ નથી," ત્યારે ટ્રમ્પ ગુસ્સે ભરાયા અને કહ્યું, "તમે કેટલા નકારાત્મક વ્યક્તિ છો! આ તો એક જીત છે."

નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની આશા (Trump Netanyahu Gaza)

ટ્રમ્પે કથિત રીતે નેતન્યાહૂને "ખૂબ જ નકારાત્મક વ્યક્તિ (F*** negative person)" તરીકે સંબોધિત કર્યા, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે ઇઝરાયેલ પણ લવચીકતા દાખવે જેથી યુદ્ધવિરામનો માર્ગ મોકળો થઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર યુદ્ધ રોકવામાં જ રસ ધરાવતા નથી, પરંતુ આ યુદ્ધવિરામનો સંપૂર્ણ શ્રેય મેળવવા માગે છે. ભૂતકાળમાં પણ તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય વિવાદો ઉકેલવાનો દાવો કર્યો છે અને તેઓ આ પ્રયાસો દ્વારા નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની આશા રાખી રહ્યા છે.

હમાસની સંમતિ વાટાઘાટોની નવી તક

ઇઝરાયેલ, હમાસની ગાઝામાંથી સેનાની સંપૂર્ણ વાપસીની માગને "બકવાસ" ગણાવીને કડક વલણ અપનાવી રહ્યું છે. જોકે, ટ્રમ્પનું માનવું છે કે હમાસની સંમતિ વાટાઘાટોની નવી તક છે અને તેને ગુમાવવી ન જોઈએ. વાતચીતમાં ગરમાગરમી થઈ હોવા છતાં, આખરે બંને નેતાઓ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર સહમતિ સધાઈ. ત્યારબાદ નેતન્યાહૂએ જાહેરમાં ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રથમ તબક્કો એક સપ્તાહમાં પૂર્ણ થશે

મળતી માહિતી મુજબ, ઇઝરાયેલ પણ પ્રથમ તબક્કામાં સેનાની સંખ્યા ઘટાડવા માટે તૈયાર થયું છે. ટ્રમ્પે જાહેરાત કરી કે ગાઝામાં શાંતિ સ્થાપવા અને બંધકોને મુક્ત કરવાની યોજનાનો પ્રથમ તબક્કો એક સપ્તાહમાં પૂર્ણ થશે. તેમણે કહ્યું કે, "મને જણાવવામાં આવ્યું છે કે પ્રથમ તબક્કો આ સપ્તાહમાં પૂરો થઈ જશે અને હું દરેકને આ કાર્ય જલદી પૂર્ણ કરવા અપીલ કરું છું." આ વિવાદપૂર્ણ વાતચીત છતાં, યુદ્ધવિરામની દિશામાં આગળ વધવાની શક્યતાઓ વધી છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે.

આ પણ વાંચો : ટ્રમ્પ સાથે શાહબાઝ-મુનીરની 'સીક્રેટ ડીલ' : Pakistan થી રેર અર્થની ખેપ ગુપ્ત રીતે અમેરિકા પહોંચાડી, મચ્યો હોબાળો!

Tags :
Advertisement

.

×