મસ્કના પુત્રએ જે ટેબલ પર નાક સાફ કર્યું, ટ્રમ્પે 145 વર્ષ જૂનું ટેબલ બદલી નાખ્યું
- મસ્કના પુત્રએ પોતાનું નાક ટેબલ સાથે સાથ કર્યું હતું
- સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- 145 વર્ષ જુની ઐતિહાસિક ટેબલ એક જ ધડાકે બદલી દેવાયું
વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક એલન મસ્કની મિત્રતા સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. થોડા દિવસો પહેલા જ ટ્રમ્પની સાથે એલન મસ્કના પુત્રની કેટલીક તસ્વીરો વાયરલ થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની કુર્સી પર બેઠાલા હતા અને એલન મસ્કનો પુત્ર પણ ત્યાં ઉભેલો હતો. મુલાકાત દરમિયાન એલન મસ્કનો પુત્ર ઘણો ચર્ચામાં રહ્યો હતો.
એલન મસ્કના પુત્રનો વાયરલ થયો હતો વીડિયો
આ મુલાકાત દરમાયન એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એલન મસ્કનો પુત્ર નાક ખંજવાળતો જોવા મળ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, મસ્કનો પુત્ર નાકમાં આંગળી નાખી રહ્યો હતો અને 145 વર્ષ જુના રિજોલ્યૂટ ટેબલ પાસે જ ઉભો હતો. હવે ટ્રમ્પે આ ટેબલને બદલી લીધું છે. જો કે તેને અસ્થાઇ પરિવર્તન ગણાવવામાં આવ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવા ટેબલની સાથે ઓવલ ઓફીસની તસ્વીર શેર કરી છે. જો કે ટમર્પે તઆ ટેબલ કેમ બદલ્યું છે તેની માહિતી હજી સુધી આપવામાં આવી નથી.
આ પણ વાંચો : હવેથી આ રાજ્યમાં 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો; શું આ નિયમ દારૂની દુકાનો પર પણ લાગૂ થશે?
જાણો કેમ બદલ્યું ટેબલ ?
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું કે, ચૂંટણી બાદ રાષ્ટ્રપતિને 7 ટેબલમાંથી એકને પસંદ કરવાનો વિકલ્પ આપ્યો હતો. આ ડેસ્ક c&o ખુબ જ પ્રખ્યાત પણ છે. તેનો ઉપયોગા રાષ્ટ્રપતિ જોર્જ એચ ડબલ્યૂ બુશ અને અન્ય લોકો માટે વ્હાઇટ હાઉસમાં અસ્થાયી રીતે રાખવામાં આવ્યું છે. રેજોલ્યુટ ડેસ્કને રિપેરિંગની જરૂર છે. જે ખુબ જ જરૂરી કામ છે. માટે તેને એક ખુબ જ સુંદર ટેબલ સાથે રિપ્લેસ કરવામાં આવ્યું છે.
બાળકોને મસ્ક કેમ મીટિંગમાં લઇ જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન પણ મસ્કના બાળકો તેમની સાથે હતા. એલન મસ્ક ઘણી વખત પોતાના બાળકો સાથે જોવા મળે છે. જ્યારે તેઓ રાજનીતિમાં નહોતા ત્યારે પણ તેઓ પોતાની ઓફીસમાં બાળકોને સાથે લઇ જતા હતા. એલન મસ્ક અમેરિકી રાજનીતિમાં ખુબ જ સક્રિય જોવા મળી રહ્યા છે અને જ્યારે પણ કોઇ વિદેશી નેતા આવે છે તો મસ્ક સાથે પણ મુલાકાત કરે છે. એલન મસ્કના બાળકો પણ આવી મહત્વની બેઠકોમાં હાજર રહે છે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશના મેરઠમાં રાતો રાત જહાંગીર મસ્જિદ તોડી પડાઇ, રાત્રે JCB લઇને તંત્રએ કરી કાર્યવાહી