Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાથકડીથી બાંધીને અમને અમેરિકામાંથી કાઢી મુકશે ટ્રમ્પ: 11 વર્ષની બાળકીએ કરી આત્મહત્યા

TEXAS 11 Year odl Girl Sucide : અમેરિકામાં એક ખુબ જ હૃદય દ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 11 મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે.
હાથકડીથી બાંધીને અમને અમેરિકામાંથી કાઢી મુકશે ટ્રમ્પ  11 વર્ષની બાળકીએ કરી આત્મહત્યા
Advertisement
  • ટેક્સાસની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત કરતા ચકચાર
  • શાળાના વિદ્યાર્થીઓ સતત તેને ચિડવતા રહેતા હતા
  • બાળકીએ ટ્રમ્પની નીતિથી કંટાળી આપઘાત કર્યો

TEXAS 11 Year odl Girl Sucide : અમેરિકામાં એક ખુબ જ હૃદય દ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 11 મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીનીની માતાએ આરોપ લગાવ્યો છે કે શાળાના અન્ય વિદ્યાર્થી તેને પરેશાન કરતા હતા. તેને અપમાનિત કરતા હતા કે તેનો પરિવાર બિનકાયદેસર રીતે અમેરિકામાં રહે છે. ટુંક જ સમયમાં તેના માતા પિતાને જંજીરથી બાંધીને દેશની બહાર મોકલી દેવામાં આવશે. હવે માતાના આરોપ બાદ ગેસવિલે ઇન્ડિપેંડેટ સ્કુલ ડિસ્ટ્રિક્ટ પોલીસ તપાસમાં લાગી ગઇ છે.

ટેક્સાસમાં રહે છે જોસલીન

ટેક્સાસની રહેવાસી જોસલીન રોજો કારાંજાએ આઠ ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી. તેની માંએ ફરિયાદ કરી કે તેના માતા પિતાને જંજીરમાં બાંધીને મોકલી દેશે અને તું એકલી જ અહીં રહી જઇશ. કહીને તેને એટલી ડરાવી દીધી હતી કે તેણે આત્મહત્યા કરી લીધી હતી.

Advertisement

જોસલીનની માં મર્બેલા કારંજાએ કહ્યું કે, મારી પુત્રીએ પણ ક્યારેય કોઇ સંકેત નથી આપ્યો કે તેઓ ખુબ જ તણાવમાં હતા. હું ક્યારેય જાણી શકી નહીં કે તેને શાળામાં બુલી કરવામાં આવી રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : America : ભારતીય મૂળના કાશ પટેલ FBI ડિરેક્ટર બન્યા, યુએસ સેનેટની મંજૂરી મળી

ટ્રમ્પે લીધો કડક નિર્ણય

11 વર્ષની બાળકી દ્વારા આત્મહત્યા કરવામાં આવ્યા સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. લોકો તેની નીતિઓને આ વિદ્યાર્થિની આત્મહત્યા માટે જવાબદાર છે.

ટ્રમ્પના નિર્ણયોની વૈશ્વિક અસર

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ એક બાદ એક અનેક એવા નિર્ણયો લીધા જેના કારણે સમગ્ર વિશ્વ પ્રભાવિત થઇ રહ્યું છે. એવો જ એક નિર્ણય ઇમિગ્રેશનને લગતો લીધો જેના કારણે અનેક એશિયન દેશોમાં સમસ્યા સર્જાઇ છે. બિનકાયદેસર રહેતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Weather Update: ગુજરાત સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઠંડી

Tags :
Advertisement

.

×