AlaskaTrump Putin Meeting : અલાસ્કામાં બેઠક પૂર્વે ટ્રમ્પનો ભારતને લઈ મોટો દાવો!
- અલાસ્કામાં બેઠક પહેલા ટ્રમ્પે ફરી એક મોટો દાવો (Alaska Meeting)
- રશિયા એક મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે
- ફરી એકવાર ભારત-પાકિસ્તાન સંઘર્ષનો કર્યો ઉલ્લેખ
- ટ્રમ્પ-પુતિન મુલાકાત પહેલા તણાવ વધ્યો
Alaska Meeting : યુક્રેન સંઘર્ષ અંગે આજે એટલે કે 15 ઓગસ્ટના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં (Alaska Meeting )એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ટ્રમ્પે ફરી એક મોટો દાવો કરતાં કહ્યું છે કે ભારત પર લાદવામાં આવેલા ટેરિફને કારણે રશિયન રાષ્ટ્રપતિ મારી સાથે મુલાકાત કરવા માટે તૈયાર થયા છે.
ટ્રમ્પે કર્યો ચોંકાવનારો દાવો
એક શોમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે દરેક વસ્તુની અસર પડે છે. વધારે પડતો ટેરિફ લાદવાને કારણે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદતું અટક્યું. રશિયા એક મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે અને તેનું બીજું સૌથી મોટું બજાર ભારત છે. જ્યારે તમે તમારો બીજો સૌથી મોટો ગ્રાહક ગુમાવો છો અને પહેલો ગ્રાહક પણ ગુમાવવાની અણીએ હોવ તો ત્યારે તેની ચોક્કસપણે અસર પડે છે.
આ પણ વાંચો -રશિયાનો Alaska summit પહેલા મોટો નિર્ણય! ટેલિગ્રામ-વોટ્સએપ કોલ પર આંશિક પ્રતિબંધ
ફરી એકવાર ભારત-પાકિસ્તાન સંઘર્ષનો કર્યો ઉલ્લેખ
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા છે ત્યારથી તેમણે ઘણા દેશો વચ્ચે યુદ્ધો બંધ કરાવાનો દાવો કર્યો છે. ગુરુવારે, તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કરાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે મેં આવું ન કર્યું હોત, તો પરમાણુ યુદ્ધ થઈ શક્યું હોત.
આ પણ વાંચો -Bermuda Triangle : સમુદ્રમાં સમાઈ ગયા 20 પ્લેન સહિત અનેક જહાજો, હવે ખુલ્યું બરમુડા ટ્રાયેંગલનું રહસ્ય!
ટ્રમ્પ-પુતિન મુલાકાત પહેલા તણાવ વધ્યો, યુક્રેનમાં ભયંકર યુદ્ધ
ટ્રમ્પ અને પુતિન વચ્ચેની બેઠક પર આખી દુનિયાની નજર છે કારણ કે તેનું પરિણામ નક્કી કરશે કે યુદ્ધવિરામ થશે કે વિશ્વયુદ્ધ. બેઠક પહેલા, યુક્રેન અને રશિયા વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું છે. રશિયાએ હવાઈ હુમલામાં યુક્રેનની મિસાઇલ ફેક્ટરીનો નાશ કર્યો છે, જે જર્મનીની મદદથી મધ્યમ અંતરની મિસાઇલો બનાવી રહી હતી. યુક્રેનનો દાવો છે કે રશિયાએ ડ્રોનથી ઘણા શહેરોને નિશાન બનાવ્યા છે, જેના કારણે નાગરિકો ઘાયલ થયા છે.


