ટ્રમ્પનું નવું ફરમાન, 30 દિવસમાં સેનામાંથી 15 હજાર સૈનિકોને કાઢી મુકવામાં આવશે
- ટ્રાન્સજેન્ડર સૈનિકોને તત્કાલ અસરથી કાઢવા આદેશ
- ટ્રમ્પ LGBTQ સમુદાય વિરુદ્ધ આકરા પગલા લેવાનાં મુડમાં
- સેનાને 1 મહિનામાં ડેટા રજુ કરવા માટે આદેશ આપવામાં આવ્યો
USA News : ટ્રાન્સજેંડર સૈનિકો અંગે અમેરિકા દ્વારા આકરા પગલા ઉઠાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. પેંટાગને બુધવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમેરિકા 30 દિવસની અંદર સેનામાં ટ્રાન્સજેન્ડર સૈનિકોને હટાવવાનું શરૂ કરી દેશે. જ્યાં સુધી તેમને કેસ બાય કેસ મામલે છુટ નથી મળી જતી.
ટ્રાન્સજેન્ડરની ભરતી પણ અટકાવી
આ નિર્ણય ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના સૈન્ય સેવામાં જોડાવા અથવા સેવા ચાલુ રાખવા અંગે પ્રભાવી રીતે પ્રતિબંધ લગાવે છે. આ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત્ત મહિને લેવાયેલા એક નિર્ણય બાદ આવ્યો છે. જેમાં ટ્રાન્સજેંડર સૈનિકોની સેવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : AFG vs ENG મેચમાં ચાહક મેદાનમાં ઘૂસ્યો, PCB ની સુરક્ષા વ્યવસ્થા પર ફરી ઉઠ્યા સવાલ
30 દિવસની અંદર કરવી પડશે ઓળખ
રોઇટર્સના રિપોર્ટ અનુસાર પેંટાગનને 30 દિવસની અંદર ટ્રાન્સજેન્ડર સૈનિકોની ઓળક કરવા અને આગામી 30 દિવસમાં સેવાથી અલગ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. આ નીતિનો ઉદ્દેશ્ય સેવા સભ્યોની તત્પરતા, એકતા અને અખંડતાને જાળવી રાખવા માટે બનાવાયો છે. સંરક્ષણ વિભાગના આંકડા અનુસાર સેવામાં લગભગ 1.3 મિલિયન સક્રિય કર્મચારીઓ છે. જો કે ટ્રાન્સજેન્ડર અધિકારી સંગઠનનોનું અનુમાન છે કે, આશરે 15 હજાર ટ્રાન્સજેન્ડર સભ્યો હાલમાં સક્રિય ડ્યુટી પર છે, જો કે અધિકારીક આંકડા તેના કરતા ઓછા છે.
અમેરિકન સેના ઉચ્ચ આદર્શો પ્રશ્તાપિત કરવા કટિબદ્ધ
26 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સૈન્ય સભ્યોની તત્પરતા, મારક ક્ષમતા, એકતા, ઇમાનદારી, વિનમ્રતા, એકરૂપતા અને સત્યનિષ્ઠા માટે ઉચ્ચ માપદંડો સ્થાપિત કરવા અમેરિકાની નીતિ છે.
આ પણ વાંચો : ગ્રુપ Bનું ચિત્ર ધૂંધળું બન્યું! ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા કે અફઘાનિસ્તાન, સેમિફાઇનલમાં કોણ?
બાઇડેન સરકારના નિર્ણયને પલટી દેવાયો
અગાઉ અમેરિકી સેનાએ બાઇડેન તંત્ર દ્વારા લાગુ કરાયેલી અનેક નીતિઓને પલટતા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની સેનામાં ભરતી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ દરમિયાન તમામ જેન્ડર અપર્મિંગ મેડિકલ કેરને સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન સેનાએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, ટ્રાન્સજેન્ડર વ્યક્તિને હવે સેનામાં ભરતી કરવામાં નહીં આવે. હાલની સેવા સભ્યો માટે તમામ જેંડર ટ્રાંઝિશન સંબંધિત મેડિકલ પ્રક્રિયાઓને અટકાવી દેવાશે.
આ પણ વાંચો : Aha Tamatar Mashup Viral Reel: છોકરાઓના ગ્રુપે એક Mashup બનાવ્યું અને Video Viral થયો