TTPએ અફઘાન બોર્ડર પર PAK સૈન્યની ચોકીને કરી કબજે, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- પાકિસ્તાની ચોકીને કબજે કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- ટીટીપીએ પોતે જ આ વીડિયો જારી કર્યો છે
- પાકિસ્તાની સેનાએ આ અંગે સ્પષ્ટતા આપી
- ચોકીને હુમલાના થોડા સમય પહેલા જ ખાલી કરાવવામાં આવી
Pakistan and Afghanistan dispute : ટીટીપી દ્વારા અફઘાન બોર્ડર પર પાકિસ્તાની ચોકીને કબજે કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટીટીપીએ પોતે જ આ વીડિયો જારી કર્યો છે. પરંતુ હવે પાકિસ્તાની સેનાના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે, સેનાની આ ચોકીને હુમલાના થોડા સમય પહેલા જ ખાલી કરાવવામાં આવી હતી.
TTPએ પાકિસ્તાની ચોકી પર કબજો કર્યો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હાલમાં એકબીજા પર અંધાધૂંધ હુમલા કરી રહ્યા છે. અફઘાન તાલિબાન લડવૈયાઓ જેઓ ડ્યુરન્ડ લાઇન પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશ્યા છે, તેઓ પાકિસ્તાની ચોકીઓ પર બોમ્બમારો કરી રહ્યા છે. દરમિયાન સમાચાર આવ્યા કે, તહરીક-એ-તાલિબાન (TTP) એ પાકિસ્તાની સેનાની એક ચોકી પર કબજો કર્યો છે. પરંતુ હવે પાકિસ્તાની સેનાએ આ અંગે સફાઈ આપી છે.
સૈન્ય કર્મીઓને ચોકી પરથી હટાવી દેવામાં આવ્યા
તેમણે કહ્યું કે, સેનાના જવાનોને અહીંથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. આ પ્રક્રિયા માત્ર બાજૌર પુરતી સીમિત ન હતી, પરંતુ ઉત્તર અને દક્ષિણ વઝીરિસ્તાનમાં પણ સૈન્ય કર્મચારીઓને ચોકી પરથી હટાવી દેવામાં આવ્યા છે.
🔴 #BREAKING New viral videos of Pakistani Taliban taking over a military checkpost in #Bajaur. Such repeated failures happen mainly because #PakistanArmy is too busy playing politics & oppressing citizens of the country while not doing its actual job on the borders of Pakistan pic.twitter.com/7vt2KzCEHq
— Taha Siddiqui (@TahaSSiddiqui) December 30, 2024
તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની ચોકી પર ઉજવણી કરી
તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તાલિબાન લડવૈયાઓ પાકિસ્તાની ચોકી પર હથિયારો સાથે ઉજવણી કરતા જોઈ શકાય છે. તેમણે આર્મી પોસ્ટ પરથી પાકિસ્તાનનો ધ્વજ ઉખાડી નાખ્યો અને ટીટીપીનો ઝંડો ફરકાવ્યો.
આ પણ વાંચો : Syria માં તબાહીનો માહોલ, Israel નો દમાસ્કસ પર ફરી હવાઈ હુમલો...
પાકિસ્તાની સેના અને અફઘાન લડવૈયાઓ વચ્ચેનો વિવાદ
પાકિસ્તાની સેના અને અફઘાન લડવૈયાઓ વચ્ચેનો વિવાદ ત્યારે વધી ગયો, જ્યારે તાજેતરમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ વઝીરિસ્તાનના માકિન વિસ્તારમાં પાકિસ્તાની સેનાના 30 જવાનોને માર્યા. તેના જવાબમાં પાકિસ્તાને હવાઈ હુમલા કરીને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યુ કે, તેઓ તેમના સૈનિકોની હત્યાને સહન નહીં કરે.
તાલિબાન લડવૈયાઓ પહાડો અને ગુફાઓથી હુમલા કરે છે
અફઘાન તાલિબાન પાસે મોટી માત્રામાં શસ્ત્રો છે અને દુર્ગમ વિસ્તારોમાં છુપાવાની ક્ષમતા છે. તેમની પાસે એકે-47, મોર્ટાર, રોકેટ લોન્ચર જેવા આધુનિક હથિયારોનો વિશાળ સ્ટોક છે. આ સિવાય તાલિબાન લડવૈયાઓ પહાડો અને ગુફાઓથી હુમલા કરે છે જેના વિશે પાકિસ્તાની સેનાને પણ જાણ નથી. શેહબાઝ શરીફ સરકાર પહેલાથી જ આર્થિક સંકટ, CPEC પ્રોજેક્ટમાં વિલંબ અને બલુચિસ્તાનમાં અલગતાવાદ જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. આ મુદ્દાઓએ સરકાર અને સેના બંનેને નબળા પાડી દીધા છે. હવે તાલિબાન સાથેના સંઘર્ષે આ સંકટને વધુ વધાર્યું છે.
તાલિબાનની તાકાત કેટલી છે?
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના રિપોર્ટ અનુસાર, તાલિબાન પાસે હાલમાં 1 લાખ 50 હજાર સક્રિય લડવૈયા છે. તાલિબાને હજુ સુધી અફઘાનિસ્તાન માટે સંરક્ષણ બજેટ જાહેર કર્યું નથી. અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા પછી, સૈન્યને ઔપચારિક બનાવવા માટે, વિશેષ દળો અને આઠ પાયદળ કોર્પ્સ હેઠળ ત્રણ બટાલિયનનો પાયો નાખવામાં આવ્યો.
ISIની ગુપ્ત મદદ તાલિબાન માટે મદદગાર સાબિત થઈ
તાલિબાનના માનવશક્તિનો સ્ત્રોત આદિવાસી વિસ્તારોમાં સ્થાયી થયેલા આદિવાસીઓ અને તેમના લડવૈયાઓ છે. આ સિવાય કટ્ટરપંથી ધાર્મિક સંસ્થાઓ અને મદરેસાઓ પણ તેમના વિચારને સમર્થન આપી રહી છે. પરંતુ પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈની ગુપ્ત મદદ સૌથી વધુ તાલિબાન માટે મદદગાર સાબિત થઈ રહી છે. અમેરિકન ઇન્ટેલિજન્સ આંકલન જમીનની સ્થિતિને પણ સ્પષ્ટ કરે છે જે જણાવે છે કે, અમેરિકન સૈનિકો પાછા ખેંચવાના 6 મહિનાની અંદર અફઘાન સરકારનું વર્ચસ્વ ખતમ થઈ જશે અને તાલિબાન શાસન આવી શકે છે.
આ પણ વાંચો : Scotland ની નદીમાંથી ભારતીય વિદ્યાર્થીની લાશ મળી, એડિનબર્ગની યુનિવર્સિટીમાં કરતી હતી અભ્યાસ


