Ukraineએ રશિયા પર કરી અત્યાર સુધીની સૌથી મોટી એરસ્ટ્રાઈક!
- રશિયાએ યુક્રેન પર 3 વર્ષમાં સૌથી મોટો હુમલો
- રશિયાએ 728 ડ્રોન અને 13 મિસાઈલથી હુમલો કર્યો
- યુક્રેનના ટ્રાન્સપોર્ટનો મોટા ભાગોને ધ્વસ્ત
Russia-Ukraine War:રશિયાએ યુક્રેન પર 3 વર્ષમાં સૌથી મોટો હુમલો કર્યો છે. આ યુક્રેન પર રશિયા (Russia-Ukraine Wa)દ્વારા કરવામાં આવેલ સૌથી મોટો અને ગંભીર હવાઈ હુમલો છે. આ દરમિયાન રશિયાએ રાત્રે યુક્રેન પર 728 ડ્રોન અને 13 મિસાઈલથી હુમલો કર્યો હતો. આ અત્યાર સુધીના હુમલામાંથી સૌથી મોટો હુમલો ગણવામાં આવે છે. રશિયાના આ હુમલામાં યુક્રેનના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સાથે જોડાયેલા મોટા ભાગોને ધ્વસ્ત કરી દીધા હતા
રશિયાએ જ્યાં હુમલો કર્યો ત્યાંની સ્થિતિ
રશિયાએ યુક્રેનના લુત્સક શહેર પર હુમલો કર્યો હતો. આ રણનૈતિક રીતે યુક્રેનનું મહત્વનું શહેર છેે, જે પોલેન્ડ અને બેલારુસની બોર્ડર પાસે ઉત્તર-પશ્ચિમ યુક્રેનમાં આવેલું છે. અહીં યુક્રેની સેનાના હવાઈ મશતો આવેલા છે. લુત્સકના માલવાહક વિમાન અને લડાયક વિમાનો નિયમિત રીતે ઉડાણ ભરે છે. આ સિવાય રશિયાએ પશ્ચિમ યુક્રેનના ઘણા મથકોને નિશાન બનાવ્યા છે. આ ક્ષેત્ર વિદેશી સૈન્યની મદદ માટેનું કેન્દ્રબિંદુ છે. અહીંના હવાઈ મથકો અને ડેપો ખુબ મહત્વના છે. કારણકે અહીંથી હથિયાર દેશોના અન્ય ભાગોમાં મોકલવામાં આવે છે. આથી રશિયાએ મોટા પ્રમાણમાં હુમલાઓ કરીને યુક્રેનની વાયુ રક્ષા પ્રણાલીને તોડવાની કોશિશ કરી છે. જેતી ટ્રાન્સપોર્ટ નેટવર્કને તોડી શકાય.
આ પણ વાંચો -PM Modi એ નામિબિયા સંસદમાં લોકશાહી, સંવિધાન અને ક્રિકેટ જેવા વિષયો પર કર્યુ સંબોધન
રશિયાના હુમલા વચ્ચે અમેરિકા યુક્રેનને હથિયાર આપી રહ્યું છે
રશિયાએ આ હુમલો આ સમયે કર્યો છે જ્યારે અમેરિકાએ યુક્રેનને હથિયાર આપવાનું શરૂ કર્યું હતું. જો કે અત્યાર સુધીમાં ટ્રમ્પ પ્રશાસેને યુક્રેનને હથિયારોની મદદ રવાનું બંધ કરી દીધું હતું. પરંતું હવે અમેરિકાએ યુક્રેનને ફરી એક વખત હથિયાર મોકલવાનું શરૂ કરી દીધુ છે. જેમાં 155 મિમી દારૂ-ગોળો, GMLRS જેવી રોકેટ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ હથિયાર યુક્રેનની લોજીસ્ટિક્સ સપ્લાય અને રક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે જરુરી છે.


