યુનાઈટેડ હેલ્થકેરના CEO ની હિલ્ટન હોટલની બહાર ગોળી મારી હત્યા
New York : યુનાઈટેડ હેલ્થકેર કંપનીના સીઈઓ બ્રાયન થોમ્પસન (United Healthcare CEO Brian Thompson) ની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટના ન્યૂયોર્કના હિલ્ટન હોટલની બહાર બની છે, જ્યાં તેમના પર એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, બ્રાયન પર આ હુમલો બાઇક પર આવેલા અને મોઢા પર કાળો માસ્ક પહેરેલા આરોપીએ કર્યો હતો.
ઘટનાની વિગત
પ્રથમ તપાસ પ્રમાણે, 50 વર્ષીય બ્રાયન થોમ્પસન હુમલો થયો ત્યારે હિલ્ટન હોટલની બહાર ઉભા હતા. ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, છાતીમાં ગોળી મારીને તેમને ગંભીર રીતે ઘાયલ કરી દેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાના પ્રાથમિક પુરાવાઓ પર આધાર રાખીને આરોપીની ઓળખ માટે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. આ હુમલાને લઈને પોલીસે હોટલ અને તેની આસપાસના એક કિલોમીટરથી વધુના CCTV કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે.
This appears to be a deliberate assassination of United Healthcare CEO Brian Thompson in New York.
CCTV still of the shooter. America is wild. pic.twitter.com/JL7NDZvQw8
— Concerned Citizen (@BGatesIsaPyscho) December 4, 2024
પ્રાથમિક તપાસમાં ખૂનીની પીઠ પર બેગ લટકેલી હોવાનું બહાર આવ્યું છે. તેની ઉંચાઈ 5 ફૂટથી વધુ હતી. ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, હત્યારાએ બ્રાયનને છાતીમાં ગોળી મારી હતી. ગોળી માર્યા બાદ બ્રાયન જમીન પર પડી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હત્યારો ગુનો કર્યા બાદ, ઘટનાસ્થળની નજીકની એક શેરીમાંથી ભાગી ગયો હતો. આ વર્ષે બ્રાયન થોમ્પસનની કંપની, યુનાઈટેડ હેલ્થ ગ્રુપની વાર્ષિક ઈન્વેસ્ટર કોન્ફરન્સ હતી.
ગંભીર ઘાયલ અને હોસ્પિટલમાં મોત
થોમ્પસન પર થયેલા આ હુમલાને પગલે, તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ, તેનું જીવન બચાવવા માટે કરાયેલા તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા, કારણ કે છાતીમાં ગોળી વાગવાથી લોહી વધુ વહી ગયું હતું અને નસો ફાટી ગઇ હતી જેના કારણે તેનું મોત થઈ ગયું હતું. બ્રાયન થોમ્પસન એ યુનાઈટેડ હેલ્થકેર કંપનીના સીઈઓ હતા. તેની કંપની આરોગ્ય ક્ષેત્રમાં યોગદાન આપી રહી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાન ક્યારેય નહીં સુધરે! 20 વર્ષ બાદ મસૂદ અઝહરે ભાષણ આપતા PM મોદી પર ઝેર ઓક્યું


