Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US માં પ્લેન રનવેને બદલે રોડ પર ઉતર્યું, બે ટુકડા થયા, Viral Video

US માં એક અનોખી ઘટના પ્લેન રોડ પર ઉતારવામાં આવ્યું પ્લેનના ઉતરતાની સાથે જ બે ટુકડા થયા સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો અમેરિકા (US)ના ટેક્સાસમાં એક પ્લેન રનવેની જગ્યાએ રોડ પર લેન્ડ થયું હતું. વિમાનના રસ્તા પર ઉતરતાની સાથે...
us માં પ્લેન રનવેને બદલે રોડ પર ઉતર્યું  બે ટુકડા થયા  viral video
Advertisement
  1. US માં એક અનોખી ઘટના
  2. પ્લેન રોડ પર ઉતારવામાં આવ્યું
  3. પ્લેનના ઉતરતાની સાથે જ બે ટુકડા થયા
  4. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

અમેરિકા (US)ના ટેક્સાસમાં એક પ્લેન રનવેની જગ્યાએ રોડ પર લેન્ડ થયું હતું. વિમાનના રસ્તા પર ઉતરતાની સાથે જ બે ટુકડા થઈ ગયા. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. વિમાન રસ્તા પર ઉતરતી વખતે અનેક કારને પણ અથડાયું હતું. આ અકસ્માત બાદ વિમાનનો કાટમાળ રસ્તા પર વિખરાયેલો જોવા મળ્યો હતો. આ ઘટના બુધવારે બપોરે સાઉથ ટેક્સાસના વિક્ટોરિયા શહેરમાં સ્ટેટ હાઈવે પર બની હતી.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા...

વિક્ટોરિયા પોલીસ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પોલીસ ચીફ એલિન મોયાએ જણાવ્યું હતું કે, "અમને ખુશી છે કે પરિસ્થિતિ વધુ ખરાબ નથી થઈ. આ એવું નથી જે આપણે દરરોજ જોઈએ છીએ. અમને આનંદ છે કે લોકો ઠીક છે." ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત સ્થિર છે, એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : કોર્ટમાં જજ પર કૂદકો મારનારા યુવકને કોર્ટે ફટકારી કડક સજા

અકસ્માતની તપાસ શરૂ કરી હતી...

ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, તે ટ્વીન એન્જિન પાઇપર PA-31 એરક્રાફ્ટ હતું. દુર્ઘટના સમયે વિમાનમાં માત્ર પાયલટ જ હતો. વિક્ટોરિયા પોલીસ વિભાગ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ અકસ્માતની તપાસ શરૂ કરી છે. વિમાને બુધવારે સવારે 9:52 વાગ્યે વિક્ટોરિયા પ્રાદેશિક એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને દુર્ઘટના પહેલા લગભગ પાંચ કલાક હવામાં હતું.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે રશિયાની ચેતવણી : અમેરિકા, કેનેડા અને યુરોપની મુસાફરી ટાળો!

Tags :
Advertisement

.

×