ભાગલા પાડો અને રાજ કરોની નીતિ નહીં ચાલવા દઉ, ચીન પર કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ?
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પનો ચીન પર ગંભીર આરોપ (US China Trade War)
- ચીન ભાગલા પાડો અને રાજની નીતિને અનુસરે છે : ટ્રમ્પ
- 'ચીન અમેરિકા અને આર્જેન્ટિના વચ્ચે તિરાડ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે'
- અમે ચીનની આ નીતિને સફળ થવા દઈશું નહીં : ટ્રમ્પ
US China Trade War : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ચીન પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તે 'ભાગલા પાડો અને રાજ કરો' (Divide and Rule)ની નીતિને પસંદ કરે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી (Javier Milei) એ પત્રકારો સાથે સંયુક્ત રીતે વાત કરતાં કહ્યું કે, ચીન અમેરિકા પાસેથી સોયાબીન ખરીદવાને બદલે દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટિના (Argentina) પાસેથી સોયાબીન ખરીદી રહ્યું છે, અને આ રીતે તે અમેરિકા અને આર્જેન્ટિના વચ્ચે તિરાડ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી કે ચીનને ભાગલા પાડીને ફાયદો ઉઠાવવો ગમે છે, પરંતુ અમે તેમને સફળ થવા દઈશું નહીં.
( @realDonaldTrump - Truth Social Post )
( Donald J. Trump - Oct 14, 2025, 3:37 PM ET )I believe that China purposefully not buying our Soybeans, and causing difficulty for our Soybean Farmers, is an Economically Hostile Act. We are considering termina… pic.twitter.com/BQdQgWJelW
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) October 14, 2025
સોયાબીન અને ટેરિફ વિવાદ (US China Trade War)
ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે, ચીનનું આ કૃત્ય સ્વાભાવિક છે, કારણ કે તે ચીન છે અને પોતાને મોટું બતાવવા માટે તે કંઈ પણ કરી શકે છે.
આર્થિક નુકસાન: ચીને અમેરિકા પાસેથી સોયાબીન (Soybean) ખરીદવાનું બંધ કરીને આર્થિક રીતે પ્રતિકૂળ પગલું ભર્યું છે. ચીન ઇરાદાપૂર્વક અમેરિકાના ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે.
વળતો જવાબ: જવાબી કાર્યવાહી તરીકે, અમેરિકા ચીનમાંથી કૂકિંગ ઓઇલ અને અન્ય વેપાર સમાપ્ત કરવા પર વિચાર કરી રહ્યું છે.
વધતા તણાવના અન્ય કારણો
બંને દેશો વચ્ચેનો તણાવ માત્ર સોયાબીન પૂરતો સીમિત નથી. રેર અર્થ એલિમેન્ટ્સ (Rare Earth Elements) પર ચીનના નિયંત્રણ, તેના જવાબમાં અમેરિકા દ્વારા 100% ટેરિફ લાદવો અને અમેરિકન જહાજો પર પોર્ટ ફીને કારણે પણ સંઘર્ષ વધી રહ્યો છે.
ચીનનો નવો પોર્ટ ટેક્સ
બંને દેશો વચ્ચેના વેપાર ગતિરોધને વધુ વેગ આપતો એક નિર્ણય 14 ઓક્ટોબર 2025ના રોજ લાગુ થયો છે. ચીની બંદરો પર આવતા અમેરિકાના જહાજો પર નવા વિશેષ બંદર શુલ્ક (Port Tax) લાગુ કરવામાં આવ્યા છે. ચીનની સરકારે કહ્યું છે કે આ નિર્ણય ચીનના શિપિંગ ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકોના હિતોની રક્ષા કરવા માટે લેવામાં આવ્યો છે. હવે અમેરિકન જહાજોએ ચીનને 400 યુઆન (56 અમેરિકન ડોલર) પ્રતિ ચોખ્ખું ટન નવો પોર્ટ શુલ્ક ચૂકવવો પડશે, જે આગામી 3 વર્ષ સુધી વાર્ષિક ધોરણે વધશે.
આ પણ વાંચો : નેપાળ બાદ Gen Zના આંદોલને Madagascar માં સરકાર ઉથલાવી, રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા!


