US Flash Flood : ટેક્સાસમાં આકાશી આફત! 10 ઇંચ વરસાદે વિનાશ વેર્યો, 13 ના મોત
- ટેક્સાસમાં આકાશી આફત! 10 ઇંચ વરસાદે વિનાશ વેર્યો
- હિલ કન્ટ્રીમાં અચાનક પૂરથી 13ના મોત, 23 છોકરીઓ ગુમ
- ગુઆડાલુપ નદીમાં વિનાશક પૂર રાતોરાત તોફાનમાં ફેરવાયું
- કેમ્પ મિસ્ટમાં ફસાઈ છોકરીઓ! બચાવ કામગીરી ચાલુ
- ટેક્સાસમાં પૂરથી હાહાકાર! હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ
US Flash Flood : અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં રાતોરાત થયેલા વરસાદે વિનાશ વેર્યો છે. થોડા જ કલાકોમાં મહિનાઓના સરેરાશ વરસાદ (average rainfall) જેટલું પાણી વરસતાં ગુઆડાલુપ નદી (Guadalupe River) માં અચાનક પૂર આવ્યું. આ પૂર (Flood) ના કારણે ઓછામાં ઓછા 13 લોકોના મોત (killed at least 13 people) થયા, જ્યારે હન્ટ નજીકના એક ગર્લ્સ સમર કેમ્પ (girls' summer camp) માંથી 20થી વધુ છોકરીઓ ગુમ થઈ. બચાવ ટીમો (Rescue teams) હેલિકોપ્ટર અને બોટ (helicopters and boats) ની મદદથી ખતરનાક પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવા મથી રહી છે, પરંતુ પરિસ્થિતિ અત્યંત પડકારજનક છે.
રાત્રે 10 ઇંચથી વધુ વરસાદનું વિનાશક પરિણામ
કેરવિલે કાઉન્ટીમાં રાત્રે 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેના પરિણામે ગુઆડાલુપ નદીનું જળસ્તર અચાનક વધી ગયું. રાષ્ટ્રીય હવામાન સેવાના જણાવ્યા અનુસાર, હન્ટ નજીક નદીનું પાણી માત્ર 2 કલાકમાં 22 ફૂટ સુધી વધ્યું. હવામાનશાસ્ત્રી બોબ ફોગાર્ટીએ જણાવ્યું, "પાણીનું સ્તર એટલી ઝડપે વધ્યું કે લોકોને કઇ વિચારવાનો સમય જ મળ્યો નહીં." કાઉન્ટી જજ રોબ કેલીએ જણાવ્યું કે અનેક મૃતદેહો મળી આવ્યા છે, પરંતુ તેમની ઓળખ હજુ થઈ શકી નથી. તેમણે ઉમેર્યું, "અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ પરિસ્થિતિ અત્યંત જટિલ છે."
સમર કેમ્પમાં ફસાયેલી છોકરીઓ
હન્ટમાં આવેલા કેમ્પ મિસ્ટિક, એક ખાનગી ખ્રિસ્તી ગર્લ્સ સમર કેમ્પ, આ પૂરની ઝપેટમાં આવ્યો. લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું કે કેમ્પની 23 છોકરીઓ હજુ ગુમ છે. તેમણે ટેક્સાસના નાગરિકોને આ છોકરીઓની સલામતી માટે પ્રાર્થના કરવા અપીલ કરી. કેમ્પ મિસ્ટે માતાપિતાને ઇમેઇલ દ્વારા જાણ કરી કે જે બાળકો મળી આવ્યા છે, તેમના પરિવારોને સૂચિત કરાયા છે. જોકે, કેમ્પમાં વીજળી, વાઇ-ફાઇ અને પાણી પુરવઠો ખોરવાયો છે, અને ત્યાં જતો રસ્તો પણ ધોવાઈ ગયો છે. અન્ય બે કેમ્પ, કેમ્પ વાલ્ડેમાર અને કેમ્પ લા જુન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તેમના તમામ બાળકો અને સ્ટાફ સુરક્ષિત છે.
સોશિયલ મીડિયા પર ચિંતા અને પ્રાર્થના
સોશિયલ મીડિયા પર પરિવારોની ચિંતા સ્પષ્ટ દેખાય છે. લોકો તેમના બાળકો, સંબંધીઓ અને પ્રિયજનો વિશે માહિતી મેળવવા આતુર છે. એક મહિલાએ ફેસબુક પર લખ્યું કે, તેની પુત્રી, જે પતિ અને બે બાળકો સાથે હન્ટમાં એક કેબિનમાં હતી, તેનો સંપર્ક થઈ શક્યો નથી. કેરવિલે કાઉન્ટી શેરિફ ઓફિસના ફેસબુક પેજ પર લોકો ફોટા શેર કરીને પ્રિયજનોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. પૂરનું પાણી કેરવિલે અને હન્ટથી કેન્ડલ કાઉન્ટી સુધી પહોંચ્યું, જ્યાં કમ્ફર્ટમાં શેરિફ ઓફિસે નીચાણવાળા વિસ્તારોમાંથી તાત્કાલિક સ્થળાંતર કરવાની ચેતવણી જારી કરી.
મારા દીકરાને કારણે હું બચી શકી
ઇંગ્રમ નજીક બમ્બલ બી હિલ્સમાં રહેતી એરિન બર્ગેસે જણાવ્યું કે શુક્રવારે સવારે 3:30 વાગ્યે વરસાદ શરૂ થયો ત્યારે બધું સામાન્ય લાગ્યું. પરંતુ 20 મિનિટમાં જ પાણી તેના ઘરમાં ઘૂસી ગયું. તેનો 19 વર્ષનો 6 ફૂટથી ઊંચો દીકરો એરિન, તેનો બોયફ્રેન્ડ અને કૂતરો કોઇક રીતે ઝાડ નીચે આશરો લઈ શક્યા. તેણે કહ્યું, "મારા દીકરાની ઊંચાઈએ મને બચાવી." થોડા સમય પછી તેનો બોયફ્રેન્ડ અને કૂતરો પણ સુરક્ષિત મળી આવ્યા.
અપૂરતી ચેતવણી અને રાહત કાર્ય
કાઉન્ટી જજ રોબ કેલીએ સ્વીકાર્યું કે પૂરની ચેતવણી હોવા છતાં, અસરકારક ચેતવણી પ્રણાલીનો અભાવ હતો. તેમણે કહ્યું, "અમને અંદાજો નહોતો કે આટલું વિનાશક પૂર આવશે. ગુઆડાલુપ નદીની ખીણ અમેરિકાની સૌથી ખતરનાક નદી ખીણોમાંની એક છે." ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું કે રાજ્ય સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં સંસાધનો મોકલી રહી છે. કેરવિલે, ઇંગ્રામ અને હન્ટમાં રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.
અન્ય વિસ્તારોમાં પણ વાવાઝોડાનો કહે
રટેક્સાસ ઉપરાંત, વાવાઝોડાએ ન્યુ જર્સીમાં પણ તબાહી મચાવી. પ્લેનફિલ્ડમાં વૃક્ષો પડવાથી 79 અને 25 વર્ષના 2 પુરુષોના મોત થયા, જ્યારે તેમની કાર પર ઝાડ પડ્યું. આ ઘટનાઓએ આબોહવા પરિવર્તનના ગંભીર પરિણામોને રેખાંકિત કર્યા છે, જે હવે વધુ વિનાશક બની રહ્યા છે.
આ પણ વાંચો : Indonesia : બાલી નજીક 65 લોકોને લઈને જતી Ferry ડૂબી, 4 ના મોત


