ગાઝામાં યુદ્ધ વિરામ માટે ટ્રમ્પે લીધેલા નિર્ણય પર નેતન્યાહૂ શું બોલ્યા? વ્હાઈટ હાઉસમાં થઈ બેઠક
- ઈઝરાયેલના PM અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ બેઠક (US Gaza Peace Plan)
- વ્હાઈટ હાઉસ ખાતે ગાઝા અંગે અમેરિકાએ રજૂ કરી યોજના
- અમેરિકાએ 20 સૂત્રીય શાંતિ યોજના નેતન્યાહૂ સમક્ષ રજૂ કરી
US Gaza Peace Plan : ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાએ એક 20-સૂત્રીય શાંતિ યોજના રજૂ કરી છે. આ યોજના સંઘર્ષ વિરામ, બંધકોની સુરક્ષિત મુક્તિ અને પ્રદેશમાં સ્થાયી સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવી છે. ઇઝરાયેલના વડા પ્રધાન બ્રુન્હામિન નેતન્યાહૂએ આ પ્રસ્તાવ પર પોતાની પ્રતિક્રિયા આપી છે, અને તેમણે આ યોજનાને ઇઝરાયેલના તમામ યુદ્ધ લક્ષ્યોને પૂર્ણ કરનારી મોટી ઉપલબ્ધિ ગણાવી છે.
નેતન્યાહૂએ ટ્રમ્પની યોજનાનું કર્યું સમર્થન (US Gaza Peace Plan)
વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ ટ્રમ્પના નિર્ણયનું સમર્થન કરતાં નેતન્યાહૂએ કહ્યું કે, "જ્યારે આપણા બંને દેશો ખભે ખભો મિલાવીને ઊભા રહે છે, ત્યારે આપણે અશક્યને પણ શક્ય બનાવી શકીએ છીએ."
નેતન્યાહૂના મતે, આ પ્રસ્તાવથી ઇઝરાયેલના ચાર મુખ્ય લક્ષ્યો પ્રાપ્ત થશે:
- બંધકોની મુક્તિ: ગાઝામાં પકડાયેલા તમામ ઇઝરાયેલી નાગરિકો અને સૈનિકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત થશે.
- હમાસનો અંત: ભવિષ્યમાં ઇઝરાયેલ માટે ખતરો ન બને તે માટે હમાસની સૈન્ય ક્ષમતાઓને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવશે.
- રાજકીય શક્તિનું સમાપન: હમાસની રાજકીય સત્તાનો અંત કરવામાં આવશે અને ગાઝામાં તેની કોઈપણ શાસન વ્યવસ્થાને માન્યતા આપવામાં આવશે નહીં.
- વચગાળાનું પ્રશાસન: ગાઝાનું વહીવટી નિયંત્રણ હમાસ કે પેલેસ્ટિનિયન ઓથોરિટીને સોંપવાને બદલે, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ટેકનિકલ નિષ્ણાતોની ભૂમિકા સાથેનું વચગાળાનું માળખું તૈયાર કરવામાં આવશે.
בפגישה עם הנשיא טראמפ בבית הלבן 🇮🇱🇺🇸
Meeting President Trump at the White House 🇺🇸🇮🇱@realDonaldTrump pic.twitter.com/g4qdUy4D3e
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 29, 2025
ગાઝાની સુરક્ષા પર ઇઝરાયેલનો નિયંત્રણ (US Gaza Peace Plan)
વ્હાઇટ હાઉસમાં નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે આ શાંતિ યોજનાના ભાગરૂપે ગાઝાની સુરક્ષા પર ઇઝરાયેલનું અસરકારક નિયંત્રણ જાળવી રાખવામાં આવશે. તેમણે પેલેસ્ટિનિયન ઓથોરિટીને પણ ગાઝાના વહીવટીતંત્રથી દૂર રાખવાની વાત કરી છે, કારણ કે તેમનું માનવું છે કે આ બંને સંગઠનો ઇઝરાયેલની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.
હમાસનું મૌન, આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ
જોકે, વ્હાઇટ હાઉસ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવને હમાસ તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક મંજૂરી મળી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ યોજના વિવાદિત છે, કારણ કે તેમાં પેલેસ્ટિનિયન ઓથોરિટીને કોઈ મુખ્ય ભૂમિકા આપવામાં આવી નથી. તેમ છતાં, નેતન્યાહૂએ આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું છે અને દાવો કર્યો છે કે તે ઇઝરાયેલની સુરક્ષા અને ગાઝામાં સ્થાયી શાંતિ માટે માર્ગ મોકળો કરશે.
આ પણ વાંચો : ટ્રમ્પની મોટી જાહેરાત: વિદેશી ફિલ્મો પર 100% ટેરિફ; 'અમેરિકા ફર્સ્ટ'


