અમેરિકાના ઈતિહાસનું સૌથી લાંબુ સરકારી શટડાઉન, 42 હજાર લોકોને સીધી અસર
- અમેરિકામાં સરકારી શટડાઉન રેકોર્ડ તરફ (US Government Shutdown)
- રીબોના ફૂડ સ્ટેમ્પ્સ (SNAP) ભંડોળ અટક્યું
- 8 લાખ ફેડરલ કર્મચારીઓ પગાર વિના ફર્લો પર
- GDPમાં ઘટાડો, $14 અબજનું સંભવિત નુકસાન
- હોલિડે સીઝનમાં કન્ઝ્યુમર ખર્ચ પર બ્રેક
US Government Shutdown : અમેરિકાનું સરકારી શટડાઉન માત્ર અર્થતંત્રને જ નહીં, પરંતુ સમાજને પણ ગંભીર રીતે પ્રભાવિત કરી રહ્યું છે, ખાસ કરીને સમાજના નબળા અને વંચિત વર્ગોને. આ સરકારી કામકાજ બંધ થવાના કારણે સ્વાસ્થ્ય અને કલ્યાણ સેવાઓ પર સૌથી મોટો ફટકો પડ્યો છે.
ગરીબો પર મોટો આર્થિક ફટકો: ફૂડ સ્ટેમ્પ્સ બંધ – SNAP Funding Crisis
સરકારી શટડાઉનના કારણે SNAP (Supplemental Nutrition Assistance Program – ફૂડ સ્ટેમ્પ્સ)નું ભંડોળ અટકી ગયું છે, જેની સીધી અસર 42 લાખ ગરીબ અમેરિકનો પર થઈ છે.
- 2025માં, USDA એ 1 નવેમ્બરથી આ ભંડોળ બંધ કર્યું હતું, જોકે અદાલતના આદેશથી આંશિક ($4.65 અબજ) ભંડોળ પુનઃસ્થાપિત થયું છે.
- પરિણામે, ફૂડ બેન્કો પર લાંબી કતારો જોવા મળી રહી છે, જે અમેરિકામાં ગરીબીની સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
- મહિલાઓ, બાળકો માટેના પોષણ કાર્યક્રમો અને સ્કૂલ લંચ પણ અટકી ગયા છે, જે લગભગ 4.8 અબજ લંચને અસર કરી રહ્યું છે.
સરકારી શટડાઉન એટલે શું? (US Government Shutdown)
અમેરિકામાં સરકારી શટડાઉન ત્યારે થાય છે જ્યારે નાણાકીય વર્ષની શરૂઆત (30 સપ્ટેમ્બર પછી) થવા છતાં કોંગ્રેસ દ્વારા બજેટ અથવા ફંડિંગ બિલ પર કોઈ સમાધાન થતું નથી. આનાથી ફેડરલ સરકારની બિન-અનિવાર્ય સેવાઓ અને સરકારી કાર્યો બંધ થઈ જાય છે.
1 ઓક્ટોબર, 2025થી શરૂ થયેલું આ શટડાઉન 4 નવેમ્બર, 2025ના રોજ પણ ચાલુ છે, જે 2018-19ના 35 દિવસના રેકોર્ડ શટડાઉન તરફ આગળ વધી રહ્યું છે. લાખો કર્મચારીઓને 'ફર્લો' (બિન-પગાર રજા) પર મોકલવામાં આવ્યા છે અને અનેક સેવાઓ થંભી ગઈ છે.
US Shutdown GDP Loss
અર્થતંત્રને નુકસાન અને GDP પર અસર – US Economic Impact
- સૌથી મહત્વની બાબત એ છે કે શટડાઉનની અમેરિકન અર્થતંત્ર પર અત્યંત વિપરીત અસરો પડી રહી છે.
- દર અઠવાડિયે GDP વૃદ્ધિમાં 0.1થી 0.2 ટકાનો ઘટાડો થાય છે, જે લગભગ $15 અબજનું પ્રત્યક્ષ નુકસાન છે.
- કોંગ્રેશનલ બજેટ ઓફિસ (CBO) અનુસાર, જો 2025નું આ શટડાઉન લંબાવાતું રહેશે તો $14 અબજનું GDP નુકસાન થઈ શકે છે.
ફેડરલ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સની હાલત કફોડી – Federal Employee Furlough
- આશરે 7,00,000થી 8,00,000 ફેડરલ કર્મચારીઓને ફર્લો પર મોકલી દેવાયા છે, જેને કારણે તેમને પગાર મળતો નથી.
- 2025માં ટ્રમ્પ વહીવટી તંત્રએ કેટલાક કર્મચારીઓને કાયમી રીતે કાઢી મૂક્યા છે અને પાછળથી પગાર (Back Pay) આપવાનો ઇનકાર કર્યો છે, જે 2019ના કાયદાનું ઉલ્લંઘન છે.
- કોન્ટ્રાક્ટર કંપનીઓમાં પણ પગાર કાપ અને લેઓફની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે $800 મિલિયનના ફેડરલ કોન્ટ્રાક્ટ્સ અટકી ગયા છે.
AI દ્વારા બનાવેલી પ્રતિકાત્મક તસ્વીર
ઉપભોક્તા ખર્ચ અને વ્યાપાર પર અસર – Consumer Spending Downturn
- ફેડરલ કર્મચારીઓને પગાર ન મળતા તેમણે પોતાનો ઘર ખર્ચ ઘટાડવો પડ્યો છે, જેના કારણે રેસ્ટોરન્ટ્સ, રિટેલ સ્ટોર્સ અને સ્થાનિક વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે.
- વોશિંગ્ટન ડીસી અને નેશનલ પાર્ક્સ નજીકના વિસ્તારોમાં પ્રવાસન અને નાના ધંધા-રોજગારને મોટું નુકસાન થઈ રહ્યું છે.
- 2025ના શટડાઉનમાં, હોલિડે સીઝન (નવેમ્બર-ડિસેમ્બર) નજીક હોવાથી, $30 અબજનું ઉપભોક્તા ખર્ચ નુકસાન થવાની શક્યતા છે.
- ઉપરાંત, એર ટ્રાફિક કંટ્રોલર્સના સ્ટાફના અભાવને કારણે ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.
આમ, વધતી મોંઘવારી, બેરોજગારી અને ફુગાવા વચ્ચે સરકારી શટડાઉન આર્થિક પ્રવૃત્તિઓ ઘટાડીને અને લાખો લોકો પર આર્થિક તણાવ પેદા કરીને અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યું છે. ઘણા અમેરિકનો વિચારવા મજબૂર છે કે શું 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' (Make America Great Again)નું સૂત્ર આ રીતે સાકાર થશે?
અમેરિકાના ન્યૂજર્સી થી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો વિશેષ અહેવાલ
આ પણ વાંચો : ન્યુયોર્કની મેયરપદની ચૂંટણીના ઉમેદવાર જોહરાન મમદાની કોણ છે ? જાણો તેમના વિશે