Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Us Military એ વેનેઝુએલાના જહાજ પર હુમલો કર્યો, ટ્રમ્પે આ ઘટનાને જસ્ટિફાય કરી

Us Military એ સાઉથકોમમાં વેનેઝુએલાના જહાજ પર હુમલો કરીને 11 આતંકવાદીઓને ઠાર માર્યા. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ આ ઘટનાને જસ્ટિફાય કરી છે. વાંચો વિગતવાર.
us military એ વેનેઝુએલાના જહાજ પર હુમલો કર્યો  ટ્રમ્પે આ ઘટનાને જસ્ટિફાય કરી
Advertisement
  • Us Military,
  • વેનેઝુએલાના જહાજને અમેરિકન સેનાએ ફુંકી માર્યુ
  • આ હુમલામાં 11 આતંકવાદીઓને ઠાર માર્યા ગયા
  • ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને જસ્ટિફાય કરી

Southcom : અમેરિકન લશ્કરી દળો (Us Military) એ સાઉથકોમ ક્ષેત્રમાં ટ્રેન ડી અરાગુઆ (TDA) નાર્કો ગેંગના એક જહાજને ફૂંકી માર્યુ છે. આ લશ્કરી કાર્યવાહીમાં 11 આંતકવાદીઓના મૃત્યુ થયા છે. આ ઘટનાને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ જસ્ટિફાય કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું છે કે, આજે સવારે મારા આદેશ પર અમેરિકન લશ્કરી દળોએ સાઉથકોમ ક્ષેત્રમાં ટ્રેન ડી અરાગુઆ નાર્કો ગેંગ સામે લશ્કરી કાર્યવાહી કરી.

Us Military Gujarat First-03-09-2025--

Us Military Gujarat First-03-09-2025--

Advertisement

Us Military દ્વારા સફળ ઓપરેશન

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (Nicholas Maduro) એ અમેરિકા પર તેમની સરકાર સામે લશ્કરી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પ સરકાર લશ્કરી ધમકીઓ દ્વારા વેનેઝુએલામાં સરકાર બદલવા માંગે છે. માદુરોએ કહ્યું હતું કે, અમે અમેરિકા તરફથી કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા તૈયાર છીએ. આ નિકોલસ માદુરોના એક જહાજ પર અમેરિકન લશ્કરી દળો (Us Military) એ સાઉથકોમ ક્ષેત્રમાં હુમલો કર્યો છે. આ લશ્કરી કાર્યવાહીમાં 11 આંતકવાદીઓના મૃત્યુ થયા છે.

Advertisement

Us Military Gujarat First-03-09-2025-

Us Military Gujarat First-03-09-2025-

આ પણ વાંચોઃ  Kim Jong Un બુલેટપ્રૂફ ટ્રેનમાં 20 કલાકની લાંબી મુસાફરી બાદ ચીન પહોંચ્યા

કેરેબિયનમાં Us Military નો દબદબો

અમેરિકન લશ્કરી દળોની એક મોટી ટુકડી કેરેબિયનમાં તૈનાત છે. આ વિસ્તારમાં જ વેનેઝુએલાના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. 4500 મરીન સાથે 4 ડિસ્ટ્રોયર અને ટોમાહોક ક્રુઝ મિસાઈલો તૈનાત કરવામાં આવી છે. TDA એક વિદેશી આતંકવાદી સંગઠન છે જે નિકોલસ માદુરો ના નિયંત્રણ હેઠળ કામ કરે છે. નિકોલસ માદુરોએ અમેરિકા અને સમગ્ર પશ્ચિમી વિશ્વમાં સામૂહિક હત્યાઓ, ડ્રગ્સની હેરાફેરી અને માનવ તસ્કરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના અગાઉના કાર્યકાળથી જ નિકોલસ માદુરો પર ડ્રગ્સની હેરાફેરીનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ તેમની સરકારને ગેરકાયદેસર પણ ગણાવી રહ્યા છે. ઓગસ્ટની શરૂઆતમાં અમેરિકાએ માદુરોની ધરપકડ માટેનું ઈનામ બમણું કરીને 50 મિલિયન ડોલર એટલે કે 440 કરોડ રૂપિયાથી વધુ કરી દીધું.

Us Military Gujarat First-03-09-2025--

આ પણ વાંચોઃ Donald Trump : ટ્રમ્પ નવાજૂની કરશે? અમેરિકન રાષ્ટ્રપતિ આજે રાત્રે 11:30 વાગ્યે કરશે મોટી જાહેરાત

Tags :
Advertisement

.

×