Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Trump Tariff : ભારત પર ટેરિફ અંગે USના સાંસદે ટ્રમ્પને આપી ચેતવણી

Trump Tariff : US કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને હાઉસ ફોરેન અફેર્સ કમિટીના રેન્કિંગ ડેમોક્રેટ સભ્ય ગ્રેગરી મીક્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકાના ભારે ટેરિફ (Trump Tariff) અંગે ચેતવણી આપી છે. મીક્સે જણાવ્યું કે આ "મનસ્વી...
trump tariff   ભારત પર ટેરિફ અંગે usના સાંસદે ટ્રમ્પને આપી ચેતવણી
Advertisement

Trump Tariff : US કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને હાઉસ ફોરેન અફેર્સ કમિટીના રેન્કિંગ ડેમોક્રેટ સભ્ય ગ્રેગરી મીક્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકાના ભારે ટેરિફ (Trump Tariff) અંગે ચેતવણી આપી છે. મીક્સે જણાવ્યું કે આ "મનસ્વી ટેરિફ" ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.જેને વોશિંગ્ટને દાયકાઓથી મજબૂત કરવા માટે સતત પ્રયાસો કર્યા છે.

બંને દેશો વચ્ચેના સંબંધમાં નુકસાન (Trump Tariff )

અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા સાથે મુલાકાત બાદ વિદેશ બાબતોની સમિતિમાં ડેમોક્રેટિક પાર્ટીના ટોચના રાજકારણી ગ્રેગરી મીક્સે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના મનસ્વી ટેરિફ બંને દેશો વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધોને જોખમમાં મૂક્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Kim Jong : પુતિન સાથે મુલાકાત બાદ કિંમ જોંગના સ્ટાફના વર્તનથી દુનિયા દંગ!

Advertisement

અમેરિકન સાંસદે સત્તાવાર નિવેદનમાં શું કહ્યું? (Trump Tariff )

ગ્રેગરી મીક્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે,'મેં આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવાની મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે, યુક્રેનમાં શાંતિ માટેની આપણી સહિયારી આશાની ચર્ચા કરી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના મનસ્વી ટેરિફ અંગે મારી ચિંતા વ્યક્ત કરી હતી, જે ભારત-અમેરિકાની મહત્વપૂર્ણ ભાગીદારીને જોખમમાં મૂકી રહ્યા છે.' તેમણે એ પણ ભાર મૂક્યો કે, કોંગ્રેસ યુએસ-ભારતની ભાગીદારીને સંપૂર્ણ સમર્થન આપે છે.જે છેલ્લા 25 વર્ષોમાં, ખાસ કરીને ક્વાડ સમિટ દ્વારા વધુ ગાઢ બની છે.

આ પણ  વાંચો -Russia attacks : રશિયાએ ફરી યુક્રેન પર 500 ડ્રોન અને મિસાઇલ ઝીંકી!

US સાંસદે ભારતીય રાજદૂતનો સમર્થન બદલ આભાર માન્યો

US માં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ યુએસ સાંસદ મીક્સનો તેમના સતત માર્ગદર્શન અને મજબૂત સમર્થન બદલ આભાર માન્યો હતો.આ ઉપરાંત તેમણે કહ્યું કે બંનેએ વેપાર,ઊર્જા,ઈન્ડો-પેસિફિક અને પરસ્પર હિતો સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી.આ ઉપરાંત ક્વાત્રાએ કોંગ્રેસનલ એનર્જી એક્સપોર્ટ કોકસના અધ્યક્ષ કેરોલ મિલર સાથે પણ અલગથી મુલાકાત કરી હતી.આ દરમિયાન તેમણે કેરોલ સાથે ભારતની ઊર્જા સુરક્ષા અને યુએસ સાથે વધતા હાઇડ્રોકાર્બન વેપાર વિશે ચર્ચા કરી હતી.

ટેરિફ લાદવા બદલ ટ્રમ્પની ટીકા

રશિયાથી ક્રૂડ ઓઇલ આયાત કરવા બદલ,યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મનસ્વી રીતે ભારત પર 50 ટકાનો વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જે થોડા સમય પહેલા જ ભારત પર લાગુ કરવામાં આવ્યો છે. જોકે, ભારત પર ભારે ટેરિફ લાદવા બદલ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની આકરી ટીકા થઈ રહી છે.ટ્રમ્પના આ પગલાથી વોશિંગ્ટનમાં એક નવો વિવાદ ઉભો થયો છે.યુએસ કોંગ્રેસના સાંસદોએ ટ્રમ્પ પર ચીન અને રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદતા અન્ય મોટા આયાતકારોને બાકાત રાખીને ઇરાદાપૂર્વક ભારતને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે.

Tags :
Advertisement

.

×