બાઈડેને વિદાય પહેલા ભારતને આપી મોટી ગિફ્ટ, જતા જતા દેશની તાકત વધારી ગયા
- ભારત માટે MH-60R હેલિકોપ્ટર સોદાને અમેરિકાની મંજૂરી
- જો બાઈડેનનો અંતિમ નિર્ણય ભારત માટે ફાયદાકારક
- ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોમાં મોટો વળાંક
- બાઈડેને MH-60R હેલિકોપ્ટર ડીલને મંજૂરી આપી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને (US President Joe Biden) તેમના કાર્યકાળના અંતિમ તબક્કા (Final Phase) માં ભારત માટે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદા (Deal) ને મંજુરી આપી છે. આ સોદો ભારત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે આ ડીલ હેઠળ ભારતને અમેરિકાથી MH-60R મલ્ટી-મિશન હેલિકોપ્ટર સાધનો મળશે. બાઈડેને (Joe Biden) આ નિર્ણય વિદાય પહેલા લેતા ભારતની સુરક્ષા તાકાતમાં વધારો થશે.
કાયદેસર મંજૂરી માટે શા માટે આવશ્યક હતી?
યુએસ કોંગ્રેસને આ સોદાની માહિતી આપતા જો બાઈડેને (Joe Biden) જણાવ્યું કે, તેમણે 1.17 અબજ ડોલરની આ ડીલને મંજૂરી આપી છે. આ ડીલ ભારત માટે તાત્કાલિક જરૂરી હતી, કારણ કે જો આ સોદો બાઈડેનના કાર્યકાળમાં મંજૂર ન થયો હોત, તો તેમા ઘણો સમય લાગી શકવાની સંભાવનાઓ હતી. આ સાથે જો નવું પ્રશાસન, જે ટ્રમ્પના નેતૃત્વમાં આવશે, તે આ ડીલને નવા દ્રષ્ટિકોણથી જોવાનું નક્કી કરે તેવી શક્યતાઓ હતી.
ડીલ હેઠળ ભારતને શું મળશે?
આ સોદાના અમલથી ભારતને 30 મલ્ટિફંક્શનલ ઇન્ફોર્મેશન ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ-જોઇન્ટ ટેક્ટિકલ રેડિયો સિસ્ટમ્સ (MIDS-JTRS) પણ મળશે. આ ઉપરાંત ડેટા ટ્રાન્સફર સિસ્ટમ, બાહ્ય ઇંધણ ટાંકી, ફોરવર્ડ લુકિંગ ઇન્ફ્રારેડ (FLIR) સિસ્ટમ, ઓપરેટર મશીન ઇન્ટરફેસ અને વધારાના કન્ટેનર વગેરેનો પણ સમાવેશ થાય છે.
ટેકનિકલ મદદ માટે અધિકારીઓની મુલાકાત
આ ડીલ અંતર્ગત અમેરિકન ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિન અને મિશન સિસ્ટમ્સ દ્વારા સંરક્ષણ ઉપકરણોની સપ્લાય કરશે. સાથે સાથે 20 અમેરિકી સરકારી અધિકારીઓ અને 25 કોન્ટ્રાક્ટ કંપનીઓના પ્રતિનિધિઓ ટેકનિકલ સહાય માટે ભારત આવશે. આ સહકાર બંને દેશ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવશે.
સોદાના ફાયદા
યુએસ પ્રશાસન મુજબ, આ હેલિકોપ્ટર સાધનોની મદદથી ભારતની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓમાં સુધારો થશે. તે ભવિષ્યના જોખમો સામે ભારતને વધુ મજબૂત બનાવવા માટે મદદરૂપ થશે. આ ડીલ બંને દેશો માટે વિઝન 2030ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે. ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025 ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
આ પણ વાંચો: Martial Law નો વિરોધ! સંસદમાં તણાવ, પોલીસ અને પ્રદર્શનકારીઓ આવ્યા આમને-સામને


