Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે પૂરી કરી પાકિસ્તાનની મેલી મુરાદ! BLA અને માજિદ બ્રિગેડને જાહેર કર્યું વિદેશી આતંકી સંગઠન

BLA and Majid Brigade declared as foreign terrorist organizations : અમેરિકાએ એક મહત્વપૂર્ણ પગલું ભરતા બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેના ઉપનામ માજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પૂરી કરી પાકિસ્તાનની મેલી મુરાદ  bla અને માજિદ બ્રિગેડને જાહેર કર્યું વિદેશી આતંકી સંગઠન
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પે પૂરી કરી પાકિસ્તાનની મેલી મુરાદ!
  • અમેરિકાએ BLAને જાહેર કર્યું આતંકી સંગઠન
  • માજિદ બ્રિગેડને પણ આતંકી સંગઠન કર્યુ જાહેર

BLA and Majid Brigade declared as foreign terrorist organizations : અમેરિકાએ એક મહત્વપૂર્ણ પગલું ભરતા બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેના ઉપનામ માજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ ઘોષણા પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના અમેરિકા પ્રવાસ દરમિયાન કરવામાં આવી. આ નિર્ણયથી દક્ષિણ એશિયામાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાના પ્રયાસોને વેગ મળે તેવી શક્યતા છે.

બીએલએ અને માજીદ બ્રિગેડની હિંસક પ્રવૃત્તિઓ

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ આ જાહેરાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, BLA, જેને 2019થી સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ (SDGT) તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું, તે અનેક હિંસક હુમલાઓ માટે જવાબદાર છે. આમાં માજીદ બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવેલા હુમલાઓ પણ સામેલ છે. 2024માં BLA એ કરાચી એરપોર્ટ અને ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સ નજીક આત્મઘાતી બોમ્બ હુમલા કર્યા હતા. આ ઉપરાંત, માર્ચ 2025માં જૂથે ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનનું હાઇજેક કર્યું હતું, જેમાં 31 લોકો માર્યા ગયા અને 300થી વધુ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

આતંકવાદ વિરુદ્ધ યુએસની પ્રતિબદ્ધતા

માર્કો રુબિયોએ ભારપૂર્વક જણાવ્યું કે આ નિયુક્તિ આતંકવાદી સંગઠનોના નાણાકીય નેટવર્ક અને સમર્થન પ્રણાલીને નબળી પાડવા માટેનું એક મહત્વનું પગલું છે. તેમણે કહ્યું, "આ કાર્યવાહી દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ આતંકવાદ સામે લડવા અને હિંસક જૂથોને સંસાધનોની પહોંચ અટકાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે." આ નિર્ણયથી BLA અને માજીદ બ્રિગેડની ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જેનાથી તેમની હિંસક પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવામાં મદદ મળશે.

BLA ની ચળવળ અને પાકિસ્તાનનો વિરોધ

BLA દાયકાઓથી પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ જૂથનો દાવો છે કે પાકિસ્તાન સરકાર બલૂચિસ્તાનના ખનિજ સંસાધનોનું શોષણ કરે છે અને વંશીય બલૂચ સમુદાયને હાંસિયામાં ધકેલે છે. BLA અલગ બલૂચિસ્તાનની માગણી સાથે હિંસક ચળવળ ચલાવે છે, જેના કારણે પાકિસ્તાને તેને આતંકવાદી સંગઠન ગણાવ્યું છે. અમેરિકાના આ નિર્ણયથી પાકિસ્તાન અને ચીનને રાજકીય ફાયદો થઈ શકે છે, કારણ કે તેઓ પણ BLA ની પ્રવૃત્તિઓનો વિરોધ કરતા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા સમય પહેલાં, યુએસએ લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને પણ વિદેશી આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યું હતું. આ નિર્ણય 22 એપ્રિલના પહેલગામ હુમલા બાદ લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :   Firing in Texas : અમેરિકામાં એકવાર ફરી ફાયરિંગની ઘટના! 3ના મોત

Tags :
Advertisement

.

×