Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Trump vs Kamala Harris : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર કમલા હેરિસ પર ભડક્યા,વાંચો અહેવાલ

ડોનાલ્ડ ટ્રમ્પ  ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર ગુસ્સે થયા ટ્રમ્પે કહ્યું- કમલા હેરિસ પર કાર્યવાહી થવી જોઈએ હોલિવૂડ સ્ટાર્સને કરોડો રૂપિયા આપવા મામલે ભડક્યા ટ્રમ્પ Trump vs Kamala Harris : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર કમલા હેરિસ પર...
trump vs kamala harris   અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર કમલા હેરિસ પર ભડક્યા વાંચો અહેવાલ
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પ  ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર ગુસ્સે થયા
  • ટ્રમ્પે કહ્યું- કમલા હેરિસ પર કાર્યવાહી થવી જોઈએ
  • હોલિવૂડ સ્ટાર્સને કરોડો રૂપિયા આપવા મામલે ભડક્યા ટ્રમ્પ

Trump vs Kamala Harris : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર કમલા હેરિસ પર ભડક્યા છે. તેમણે કમલા હેરિસ સામે કેસ ચલાવવાની પણ માંગ કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે, 'કમલા હેરિસ અને કેટલાક અન્ય ટોચના અમેરિકન સેલેબ્સે 2024 ના ચૂંટણી પ્રચાર દરમિયાન પૈસા લીધા હતા. જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જેના કારણે ચૂંટણી અભિયાનના આર્થિક કાયદાઓનું ઉલ્લંઘન થયું છે.' આ અંગે ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે. નોંધનીય છે કે હાલમાં ટ્રમ્પ પોતે પણ એપસ્ટેઇન કેસમાં વિવાદોમાં ફસાયેલા છે.

લાખો ડોલર ખર્ચ કરાયા

ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, 'કમલા હેરિસે ગાયિકા બેયોન્સ, ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે અને નાગરિક અધિકાર કાર્યકર્તા અલ શાર્પ્ટન જેવા સ્ટાર્સના સમર્થનના બદલામાં લાખો ડોલર ખર્ચ્યા હતા. તેમજ આ સમર્થન અભિયાન અસલી ન હતું, પરંતુ પૈસા આપીને મેળવવામાં આવ્યું હતું.' ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, 'શું તમે કલ્પના કરી શકો છો કે, જો નેતાઓ તમામ સમર્થક કરનારાઓને પૈસા આપવાનું શરૂ કરે તો શું થશે? કમલા અને પૈસા લેનારા બધાએ કાયદો તોડ્યો છે. આ દરેક પર કેસ ચલાવવો જોઈએ.' ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે આ હુમલો એવા સમયે કર્યો છે જ્યારે તેઓ પોતે જેફરી એપ્સ્ટેઈન કેસ ફાઇલ વિવાદમાં ફસાયેલા છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે એપ્સ્ટેઈન કેસની તપાસને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે.

Advertisement

આ પણ  વાંચો -અમેરિકાના મિશિગનમાં આવેલા WALMART માં ચાકુ ચલાવતા 11 ઘાયલ

Advertisement

ધ્યાન ભટકાવવાની કોશિશ

ટ્રમ્પે આગળ લખ્યું છે કે, આ ડાબેરી ડેમોક્રેટ્સ લોકોનું ધ્યાન હટાવવાનો સંપૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે. તેઓ કોશિશ કરી રહ્યા છે કે, લોકોને છેલ્લા છ મહિનાની અમારી શાનદાર સેવાને ભૂલી જાય. કેટલાક લોકો અમારા આ છ મહિનાને અમેરિકન ઇતિહાસમાં કોઈપણ રાષ્ટ્રપતિના છ મહિના કરતાં વધુ સારા કહી રહ્યા છે. તેઓ સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છે. આ લોકો રશિયન છેતરપિંડીની યોજના બનાવી રહ્યા છે. એટલે જ એપ્સ્ટેઈન કૌભાંડ થઈ રહ્યું છે. આશા છે કે ગ્રાન્ડ જ્યુરી તેને ખૂબ જ જલ્દી સમાપ્ત કરશે.

Tags :
Advertisement

.

×