Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Trump Vs Zelenskyy : ટ્રમ્પે ઝેલેન્સકીને ઝાંટકી નાખ્યા, કહ્યું- અમે છીએ એટલે તમે છો નહીં તો..!

યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy તાજેતરમાં અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાતના થોડા જ સમયમાં અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trump અને Zelenskyy વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા શરૂ થઈ, પરંતુ આ ચર્ચા ટૂંક સમયમાં જ ઉગ્ર બની ગઈ.
trump vs zelenskyy   ટ્રમ્પે ઝેલેન્સકીને ઝાંટકી નાખ્યા  કહ્યું  અમે છીએ એટલે તમે છો નહીં તો
Advertisement
  • વ્હાઇટ હાઉસમાં તણાવ : ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર વાદવિવાદ
  • "તમે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરી રહ્યા છો" – ટ્રમ્પનો ઝેલેન્સકી પર આક્ષેપ
  • ઝેલેન્સકીનો પલટવાર: "અમારે સમાધાન સ્વીકારવું નથી!"
  • Trump Vs Zelenskyy : અમેરિકાની યુક્રેન નીતિ માટે નવા સંકેત?
  • "મૂર્ખ રાષ્ટ્રપતિ!" – ટ્રમ્પના ટકરાવ ભર્યા શબ્દો યુક્રેન માટે ખતરો?
  • જેડી વાન્સની મધ્યસ્થી નિષ્ફળ? ટ્રમ્પ-ઝેલેન્સકીની વાંધાજનક ચર્ચા
  • "તમે રશિયાની ભાષા બોલી રહ્યા છો" – ઝેલેન્સકીનો ટ્રમ્પ પર પ્રહાર
  • ટ્રમ્પ-ઝેલેન્સકી સંવાદ કે સંઘર્ષ? યુક્રેન-અમેરિકા સંબંધો દાવ પર!

યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy તાજેતરમાં અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાતના થોડા જ સમયમાં અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trump અને Zelenskyy વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા શરૂ થઈ, પરંતુ આ ચર્ચા ટૂંક સમયમાં જ ઉગ્ર બની ગઈ. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે તીખી દલીલો જોવા મળી, જેનાથી વ્હાઇટ હાઉસમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો.

ટ્રમ્પનો આક્ષેપ: "તમે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરી રહ્યા છો"

ચર્ચા દરમિયાન ટ્રમ્પે ઝેલેન્સકી પર ગંભીર આરોપ લગાવ્યો. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિને કહ્યું કે, "તમે લાખો લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છો અને તમારી આ ક્રિયાઓથી ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવાનું જોખમ ઊભું થઈ રહ્યું છે." ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે ઝેલેન્સકીને આવું કરવાનો કોઈ અધિકાર નથી કે ન તો તેમની પાસે આવું કરવાનો દરજ્જો છે. ટ્રમ્પે યુક્રેનની સ્થિતિ માટે સીધેસીધું અમેરિકાને શ્રેય આપતા કહ્યું કે, "અમેરિકન સહાય અને શસ્ત્રોના કારણે જ યુક્રેન આટલા લાંબા સમય સુધી યુદ્ધમાં ટકી શક્યું છે. અમે જ ન હોત તો તમે ક્યારના હારી ગયા હોત."

Advertisement

ટ્રમ્પે મીડિયા સામે ઝેલેન્સકીને "મૂર્ખ રાષ્ટ્રપતિ" કહ્યા

આ ચર્ચાનું સ્તર ત્યારે વધુ નીચે ગયું જ્યારે ટ્રમ્પે મીડિયાની સામે ઝેલેન્સકીને "મૂર્ખ રાષ્ટ્રપતિ" કહીને સંબોધ્યા. તેમણે ઝેલેન્સકીને ચેતવણી આપતા કહ્યું કે, "તમારે સમાધાન કરવું જ પડશે, નહીંતર તમારા ખરાબ દિવસો આજથી શરૂ થઈ ગયા છે." ટ્રમ્પે દાવો કર્યો કે, અમેરિકાએ યુક્રેનને $350 બિલિયન જેવી વિશાળ રકમ આપી છે, અને આ સહાય વિના યુક્રેન યુદ્ધમાં ટકી શકે તેમ નથી. ટ્રમ્પે ઝેલેન્સકીને ધમકાવવાનું ચાલુ રાખ્યું અને કહ્યું કે, "જો તમે સમાધાન નહીં કરો, તો અમે રસ્તામાંથી હટી જઈશું."

Advertisement

ઝેલેન્સકીનો જવાબ: "અમે યુદ્ધવિરામ સ્વીકારીશું નહીં"

આ બધા આક્ષેપોનો જવાબ આપતા ઝેલેન્સકીએ સ્પષ્ટપણે કહ્યું કે, "અમે કોઈ યુદ્ધવિરામ કે સમાધાન સ્વીકારવા તૈયાર નથી." તેમણે ટ્રમ્પને કહ્યું કે, "તમે મને બોલવાની તક પણ નથી આપી રહ્યા, અને તમે અમારા પર આ રીતે દબાણ લાવી શકો નહીં." ઝેલેન્સકીએ ટ્રમ્પ પર પલટવાર કરતા એવો આરોપ લગાવ્યો કે, "તમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભાષા બોલી રહ્યા છો." તેમણે ઉમેર્યું કે યુક્રેન પોતાની લડાઈ ચાલુ રાખશે અને કોઈપણ શરતો માનવા તૈયાર નથી.

ટ્રમ્પનો પલટવાર: "તમે અમેરિકાનું અપમાન કરી રહ્યા છો"

ઝેલેન્સકીના આ જવાબથી ટ્રમ્પ વધુ ભડકી ગયા. તેમણે કહ્યું, "તમે અમેરિકાનું અપમાન કરી રહ્યા છો. અમને શું કરવું તે તમે નક્કી ન કરી શકો, કારણ કે તમે આદેશ આપવાની સ્થિતિમાં નથી." ટ્રમ્પે યુક્રેનની ખરાબ હાલતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "તમારા દેશની સ્થિતિ અત્યંત નબળી છે, અને અમેરિકા વિના તમે યુદ્ધ લડી શકો તેમ નથી." તેમણે ફરી એકવાર ઝેલેન્સકીને ચેતવણી આપી કે જો યુક્રેને સમાધાન ન કર્યું તો અમેરિકા પોતાની સહાય પાછી ખેંચી લેશે.

જેડી વાન્સની મધ્યસ્થીનો પ્રયાસ

આ ગરમાગરમ ચર્ચા વચ્ચે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ બંને નેતાઓ વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, ટ્રમ્પ અને ઝેલેન્સકીના આક્રમક વલણને જોતા તેમના પ્રયાસો સફળ થયા હોય તેવું લાગતું નથી. વ્હાઇટ હાઉસમાં ચાલી રહેલી આ ચર્ચા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી રહી છે, કારણ કે બંને નેતાઓની આ ટકરાવથી યુક્રેન-રશિયા યુદ્ધનું ભવિષ્ય પણ પ્રભાવિત થઈ શકે છે.

ઉગ્ર ચર્ચાનું પરિણામ શું?

આ મુલાકાતે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેનો આ સંઘર્ષ યુક્રેન માટે અમેરિકાની ભાવિ નીતિ પર પણ અસર કરી શકે છે. ટ્રમ્પની ધમકીઓ અને ઝેલેન્સકીનું અડગ વલણ બંને દેશો વચ્ચેના સંબંધોને નવા તબક્કામાં લઈ જઈ શકે છે. હવે આ ચર્ચાનું પરિણામ શું આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :  વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ-ઝેલેન્સકીની બેઠક, જોવા મળી શકે છે આ 10 મોટા બદલાવ

Tags :
Advertisement

.

×