Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

USA : LAS VEGAS માં હુમલાખોરે ગોળીબાર કરી લીધો પાંચનો જીવ, અંતે પોતાને પણ ગોળી મારી

ઉત્તર અમેરિકાના LAS VEGAS માં કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. LAS VEGAS માં અંધાધૂંધ ગોળીબાર થતા 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અંતે ગોળીબાર કરનાર હુમલાખોરે પણ પોતે પોતાને ગોળી મારી પોતાનો જીવ લઈ લીધો હતો. મળતી...
usa   las vegas માં હુમલાખોરે ગોળીબાર કરી લીધો પાંચનો જીવ  અંતે પોતાને પણ ગોળી મારી
Advertisement

ઉત્તર અમેરિકાના LAS VEGAS માં કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. LAS VEGAS માં અંધાધૂંધ ગોળીબાર થતા 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અંતે ગોળીબાર કરનાર હુમલાખોરે પણ પોતે પોતાને ગોળી મારી પોતાનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર, આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે બની હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

હુમલાખોરે પાંચ લોકોનો લીધો જીવ

Advertisement

અમેરિકાના LAS VEGAS માં આ ગોળીબારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. સમગ્ર બાબત અંગે માહિતી મળી હતી કે, પોલીસે જણાવ્યું હતું કે તેમને સોમવાર-મંગળવારે મોડી રાત્રે કાસા નોર્ટ ડ્રાઇવ પર એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ગોળી ચલાવવામાં આવી હોવાનો કોલ મળ્યો હતો.પોલીસને ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચીને ચાર મહિલાઓ અને એક યુવકને હોસ્પિટલ લઈ ગઈ પરંતુ ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્ય હતા.

Advertisement

અંતે હુમલાખોરે પોતાને ગોળી મારી

પોલીસ દ્વારા ત્યાર બાદ હુમલાખોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.આખી રાત આરોપીની શોધખોળ કર્યા બાદ પોલીસને આરોપી વિષે બાતમી મળી હતી, જે બાદ પોલીસ ઈસ્ટ લેક મીડ બુલેવાર્ડ વિસ્તારમાં પહોંચી જ્યાં આરોપી હુમલાખોર ધંધો કરતો હતો. આ પછી પોલીસે આરોપીને ઘેરી લીધો અને તેને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ તેણે પોતાની બંદૂકથી પોતાને ગોળી મારી દીધી.આમ અંતે હુમલાખોરે પોતાને જ ગોળી મારતા પોલીસ પણ અચરજમાં મુકાઇ હતી.

આ પણ વાંચો : Ukraine યુદ્ધ બાદ પ્રથમ વખત રશિયા જશે PM મોદી, રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે મુલાકાત

Tags :
Advertisement

.

×