પુતિન 5-6 ડિસેમ્બરે ભારત આવશે: અમેરિકાને સ્પષ્ટ સંદેશ, સંરક્ષણ સોદા પર ફોકસ
- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવશે (Vladimir Putin India Visit)
- 5 અને 6 ડિસેમ્બરના રોજ ભારતની કરશે મુલાકાત
- યુક્રેન સાથેના સંઘર્ષ બાદ પુતિનની પ્રથમ ભારત યાત્રા
- બંને દેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવશે
Vladimir Putin India Visit : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 5 અને 6 ડિસેમ્બરના રોજ ભારતની મહત્વની મુલાકાત લેવાના છે. યુક્રેન સાથેના સંઘર્ષની શરૂઆત થયા બાદ પુતિનની આ પ્રથમ ભારત યાત્રા છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત અને ઐતિહાસિક સંબંધોને વધુ ગતિ આપશે. આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા રક્ષા, ઉર્જા, વેપાર અને ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં તેમની ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અમેરિકાને મળશે સ્પષ્ટ સંદેશ (Vladimir Putin India Visit)
પુતિનની આ ભારત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાના ટેરિફ લાદી રહ્યું છે. આ મુલાકાત અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપશે કે ભારત તેની વિદેશ નીતિમાં બાહ્ય દબાણો સામે ઝૂકશે નહીં. આ ઘટનાક્રમ અમેરિકન પ્રતિબંધો અને વેપારી નીતિઓના જવાબમાં ભારત અને રશિયા વચ્ચે વધતી નિકટતાનો સંકેત પણ આપે છે. રશિયાના વિદેશ મંત્રીએ પહેલેથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે ભારત-રશિયાની આર્થિક ભાગીદારીને કોઈ જોખમ નથી. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે સંરક્ષણ સોદાઓ અને ઉર્જા ક્ષેત્રે નવા આર્થિક કરારો થવાની પ્રબળ સંભાવના છે.
India and Russia are working on dates for Russian President Vladimir Putin's visit to India. The visit is likely to be in early December. Russian Foreign Minister Sergey Minister is expected to visit India before President Putin's visit - Sources pic.twitter.com/qiYvt7rPmo
— ANI (@ANI) October 1, 2025
23મા ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે
વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે 5-6 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીની મુલાકાત લેશે. ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ તેમની આ પ્રથમ ભારત યાત્રા હશે. આ મુલાકાત સમગ્ર વિશ્વને એવો સંકેત આપશે કે પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો લાદી રહ્યા હોવા છતાં, ભારત હજી પણ રશિયા સાથેના તેના ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને સર્વોચ્ચ મહત્વ આપે છે.
બંને દેશો સંબંધ વધુ મજબૂત થશે
ક્રેમલિને અગાઉ પુષ્ટિ આપી હતી કે પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મે મહિનામાં ભારત આવવાનું આમંત્રણ સ્વીકારી લીધું હતું, જોકે તારીખોની જાહેરાત હવે થઈ છે. ચીન અને અમેરિકા વચ્ચે વધતી સ્પર્ધાના આ યુગમાં, ભારત તેની મજબૂત વિદેશ નીતિના આધારે રશિયા, અમેરિકા અને ચીન ત્રણેય દેશો સાથે સંબંધો જાળવી રાખવાની તેની મુત્સદ્દીગીરીની વ્યૂહરચનાને આ મુલાકાત દ્વારા વધુ મજબૂત કરશે.
આ પણ વાંચો : નેપાળની નવી 'કુમારી દેવી': અઢી વર્ષની આર્યતારા શાક્ય, જાણો રહસ્યમય પ્રથા


