Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો SCO Summit શું છે? અને ભારત માટે કેમ ખાસ અને મહત્વ પૂર્ણ છે?

ચીનમાં શરૂ થયેલી SCO સમિટ 2025 માં PM મોદી શી જિનપિંગ અને પુતિનને મળશે. આ સમિટમાં ભારત-ચીન સંબંધો અને વૈશ્વિક રાજકારણ પર શું અસર થશે, જાણો.
જાણો sco summit શું છે  અને ભારત માટે કેમ ખાસ અને મહત્વ પૂર્ણ છે
Advertisement
  • SCO Summit આજથી ચીનની તિયાનજિનમાં શરૂ થઈ
  • વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી શી જિંનપિંગ વચ્ચે મુલાકાત
  • શી જિંનપિંગ અને મોદી વચ્ચે થઈ દ્વિપક્ષીય મુલાકાત
  • ભારત માટે SCO Summit 2025 છે મહત્વપૂર્ણ

SCO Summit : શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ 2025 આજથી ચીનના તિયાનજિનમાં શરૂ થઈ રહી છે, જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી અને બંને નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યા. આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ-હમાસ સંઘર્ષ જેવા વૈશ્વિક મુદ્દાઓ હેડલાઇન્સમાં છે.

SCO Summit ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે?

આ મુલાકાત ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય વડા પ્રધાન સાત વર્ષ પછી પહેલી વાર ચીનની મુલાકાતે આવ્યા છે. 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ પછી બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા. પીએમ મોદીની આ મુલાકાતને આ બગડેલા સંબંધોને સુધારવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે.

Advertisement

સમિટમાં, ભારત-ચીન સંબંધોને મજબૂત બનાવવા, અમેરિકાના 50% ટેરિફ વચ્ચે રાજદ્વારી સંતુલન જાળવવા, આર્થિક સહયોગ વધારવા અને સરહદી વિવાદોનું નિરાકરણ જેવા મુદ્દાઓ પર મોદી અને જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થશે.

Advertisement

SCO Summit પર USની નજર

અમેરિકા પણ આ SCO સમિટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એવા સંગઠનો પસંદ નથી જેમાં ચીન સભ્ય હોય. તેમણે બ્રિક્સ દેશો પર ટેરિફ લાદીને તેમને "અપંગ" બનાવવાની ચેતવણી આપી છે. આ બેઠક અમેરિકા માટે ચિંતાનો વિષય છે કારણ કે ભારત અને ચીન બંને દ્વિપક્ષીય તણાવ ઘટાડવા અને નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યા છે...

ચીન અને ભારતના સબંધો મજબૂત

ટેરિફ વિવાદને કારણે અમેરિકા સાથે ભારતના સંબંધો પહેલાથી જ બગડ્યા છે, આવી સ્થિતિમાં, ભારત અને ચીન વચ્ચે મજબૂત થતા સંબંધો અમેરિકા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. અમેરિકા એ પણ જાણવા માંગે છે કે SCO સભ્ય દેશો (જેમ કે પાકિસ્તાન, ઈરાન અને રશિયા) આ પ્લેટફોર્મ પર વેપાર અને અન્ય મુદ્દાઓ પર કેવી રીતે વાટાઘાટો કરે છે. ટ્રમ્પ માટે એ સમજવું મહત્વપૂર્ણ રહેશે કે ટેરિફ પછી આ દેશોનું અમેરિકા પ્રત્યે શું વલણ છે અને શું સંદેશો મોકલી રહ્યો છે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન શું છે?

SCO ની શરૂઆત 1996 માં 'શાંઘાઈ ફાઇવ' તરીકે થઈ હતી. સરહદ વિવાદોને ઉકેલવા માટે ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન દ્વારા તેની રચના કરવામાં આવી હતી. તેની રચના 2001 માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક બેઇજિંગમાં છે. ભારત અને પાકિસ્તાન 2017 માં તેના સભ્ય બન્યા. SCO સભ્ય દેશો વિશ્વની વસ્તીના 43% હિસ્સો ધરાવે છે અને વૈશ્વિક અર્થતંત્રમાં 23% ફાળો આપે છે.

આ પણ વાંચો : Modi Xi Jinping meeting : PM મોદી-શી જિનપિંગની મુલાકાત: 40 મિનિટની વાતચીતમાં શું થયું?

Tags :
Advertisement

.

×