Cyclone Biporjoy ને લઈને Pakistan માં શું છે સ્થિતિ? જાણો
Cyclone Biporjoy ને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માંડવીથી કરાંચી વચ્ચેના દરિયાકિનારે Cyclone Biporjoy ત્રાટકવાનું છે. ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિને લઈને તંત્ર દ્વારા દરેક સ્તરે તૈયારી કરી દેવામાં આવી છે. સાયક્લોનની અસર ગુજરાતની સાથે-સાથે પાકિસ્તાનમાં પણ થવાની છે ત્યારે પાકિસ્તાનમાં આ ચક્રવાતની શું અસર થવાની છે તે જાણીએ....
લોકો સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા
પાકિસ્તાનના દરિયાકાંઠાના અને નાના ટાપુઓ પર રહેતા અનેક લોકો પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા છે. તેજ પવન, વરસાદ અને ઉંચા મોજાએ સાયક્લોન બિપરજોયના આગમનના એંધાણ આપી દીધાં છે. વાવાઝોડાના કારણે 140-150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તે 170 કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.
આ સ્થળોએ અસર થશે
સાયક્લોન ઉત્તર તરફ વધ્યા બાદ ફરી પૂર્વ તરફ ફંટાવવાની અને થટ્ટા જિલ્લાના કેટી બંદર અને ગુજરાતના કાંઠે ત્રાટકવાની આસાર છે. હવામાન નિષ્ણાંત અનુસાર ભટ્ટા, બદીન, સજવલ, થારપારકર, કરાંચી, મીરપુર ખાસ, ઉમરકોટ, હૈદરાબાદ, ઓરમારા, ટાંડા અલ્લાહયા અને ટાંડો મોહમ્મદ ખાનમાં તેની અસર વર્તાઈ શકે છે.
આટલા લોકોનું સ્થળાંતર થયું
સિંધના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર ત્રણ જિલ્લાના સાત તાલુકાઓમાં રહેતા 71,380 લોકોમાંથી 56,985 લોકોને મંગળવારે સાંજ સુધીમાં સરકારી શાળાઓ, કોલજો સહિત 37 રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરાયા છે. પાકિસ્તાની નૌસેના અનુસાર શાહ બંદરના જુદાં-જુદાં ગામોમાંથી 700 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને દરિયામાંથી 64 માછીમારોને બચાવાયા છે.
આ પણ વાંચો : બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે જાણો રાજ્યમાં ક્યા અનુભવાયો ભૂકંપનો આંચકો ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.



