Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કયો યુરોપીયન દેશ NATOનું પ્રતિનિધિત્વ કરી શકે છે ? તે બ્રિટન અને ફ્રાન્સ નથી પણ....નામ જાણીને ચોંકી જશો

યુરોપમાં એક નવી મહાસત્તા ઝડપથી વિકાસ પામી રહી છે. જો આ દેશ આ ગતિ જાળવી રાખશે, તો તે ટૂંક સમયમાં યુરોપમાં NATOનું પ્રતિનિધિત્વ કરી શકે છે. આ દેશ એટલે ધી વન એન્ડ ઓન્લી પોલેન્ડ (POLAND).
કયો યુરોપીયન દેશ natoનું પ્રતિનિધિત્વ કરી શકે છે   તે બ્રિટન અને ફ્રાન્સ નથી પણ    નામ જાણીને ચોંકી જશો
Advertisement
  • પોલેન્ડ નાટો ઉપરાંત યુરોપિયન યુનિયનનું પણ સક્રિય સભ્ય છે
  • પોલેન્ડે યુક્રેન-રશિયા યુદ્ધ બાત તરત જ હોમલેન્ડ ડિફેન્સ એક્ટ પસાર કર્યો
  • સમગ્ર વિશ્વમાં અમેરિકા સિવાય માત્ર પોલેન્ડ પાસે જ છે PAC-3 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ

Ahmedabad: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુરોપમાં એક મોટું જીયો પોલિટિકલ પરિવર્તન આવી રહ્યું છે. જેનાથી યુરોપમાં પાવર કંટ્રોલિંગ કન્ટ્રી બદલાઈ શકે છે. અત્યાર સુધી યુરોપના સૌથી શક્તિશાળી દેશોમાં બ્રિટન અને ફ્રાન્સ ટોચ પર માનવામાં આવે છે, પરંતુ એક દેશ જે નાટો અને યુરોપિયન યુનિયન બંનેનો સભ્ય છે અને રશિયા તેમજ અમેરિકા બંનેની નજીક પણ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ દેશ બરબાદ થઈ ગયો હતો, પરંતુ વર્ષોની મહેનત પછી, તેણે વૈશ્વિક નકશા પર પોતાનું અલાયદું સ્થાન બનાવ્યું છે. તેની લશ્કરી શક્તિના આધારે યુરોપમાં તે એક મહત્વપૂર્ણ રાષ્ટ્ર બન્યું. આ દેશ એટલે પોલેન્ડ.

અર્થતંત્રની તુલનામાં સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ કરનાર સૌથી મોટો દેશ

નાટોના સભ્ય દેશો પૈકી પોલેન્ડ તેના અર્થતંત્રની તુલનામાં સંરક્ષણ ખર્ચ કરનાર સૌથી મોટો દેશ છે. 2024 માં પોલેન્ડે તેના GDPના 4.12% સંરક્ષણ પાછળ ખર્ચ્યા, જે નાટોના 32 સભ્યો દેશોમાં સૌથી વધુ છે. જે અમેરિકાના GDPના 3.38% સંરક્ષણ ખર્ચ કરતા પણ વધુ છે. પોલેન્ડનો સંરક્ષણ ખર્ચ 2025માં તેના GDPના 4.7% સુધી વધવાની ધારણા છે. જો સરખામણી કરવામાં આવે તો ઈટાલીએ GDPના 1.5%, યુકેએ GDPના 2.2%, જર્મનીએ GDPના 2.12%, ફ્રાન્સે GDPના 2.06%, સ્પેને GDPના 1.28% જેટલો ખર્ચ સંરક્ષણ ક્ષેત્રે કરે છે. આ યાદીમાં પોલેન્ડ સૌથી ઉપર છે.

Advertisement

કયું પરિબળ છે પોલેન્ડનો પ્લસ પોઈન્ટ ?

જર્મની અને ફ્રાન્સ જેવા અન્ય યુરોપિયન દેશોની તુલનામાં પોલેન્ડની વસ્તી ઓછી હોવા છતાં, યુરોપિયન યુનિયનમાં પોલેન્ડ સૌથી મોટી સ્થાયી સેના ધરાવે છે. નાટોમાં અમેરિકા સૌથી મોટી સેના ધરાવે છે. જેમાં 13,28,000 સક્રિય સૈનિકો છે. તુર્કી બીજા સ્થાને છે, જેમાં 3,55,200 સક્રિય સૈનિકો છે. જોકે, આ નાટો દેશોમાંથી કોઈ પણ યુરોપિયન યુનિયનના સભ્ય નથી. જ્યારે પોલેન્ડ નાટો ઉપરાંત યુરોપિયન યુનિયનનું પણ સભ્ય છે. પોલેન્ડ પાસે યુરોપમાં સૌથી મોટી સેના છે. જેમાં 2,16,000 સક્રિય લશ્કરી કર્મચારીઓ છે. ફ્રાન્સ 2,04,000 સક્રિય લશ્કરી કર્મચારીઓ સાથે બીજા ક્રમે છે. યુનાઈટેડ કિંગડમ પાસે 1,50,000 કરતા ઓછા સક્રિય લશ્કરી કર્મચારીઓ છે.

Advertisement

આ પણ વાંચોઃ UN માં ભારતના પાકિસ્તાન પર આકરા પ્રહારો! જાણો શું કહ્યું

પોલેન્ડે પસાર કર્યો હોમલેન્ડ ડિફેન્સ એક્ટ

2022માં યુક્રેન પર રશિયાના ભીષણ આક્રમણ બાદ પોલેન્ડે હોમલેન્ડ ડિફેન્સ એક્ટ પસાર કર્યો. જેનો ઉદ્દેશ્ય પોલેન્ડના લશ્કરી કદને 3,00,000 સક્રિય લશ્કરી કર્મચારીઓ સુધી વધારવાનો છે. જોકે, યુરોપિયન દેશોની સ્થાયી સેના રશિયા અને યુક્રેનની સેનાઓ કરતા ઘણી નાની છે. અંદાજ મુજબ રશિયામાં 1.5 મિલિયનથી વધુ સક્રિય લશ્કરી કર્મચારીઓ છે અને યુક્રેનમાં 8,00,000થી વધુ છે.

PAC-3 સિસ્ટમ પ્રાપ્ત કરનાર અમેરિકા પછીનો બીજો દેશ પોલેન્ડ

અમેરિકા પછી પોલેન્ડ વિશ્વનો બીજો દેશ છે જેની પાસે પેટ્રિઅટ એડવાન્સ્ડ કેપેબિલિટી-3 (PAC-3) મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમ અગાઉના પેટ્રિઅટ વર્ઝન કરતાં સુધારેલી રેન્જ છે. જે બેલિસ્ટિક મિસાઈલ, ક્રુઝ મિસાઇલ અને એરક્રાફ્ટને હિટ-ટુ-કિલ ટેકનોલોજી વડે અટકાવી શકે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, પોલેન્ડે KRAB સ્વ-સંચાલિત હોવિત્ઝર અને K9 હોવિત્ઝર સપોર્ટ વાહનો સહિત લશ્કરી સાધનોની ડિલિવરી માટે US$4.2 બિલિયનથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચોઃ Gaza માં કબજો કરવા Israeli સેનાનો નવો પ્લાન, આરબ દેશોમાં ગભરાટ

Tags :
Advertisement

.

×