Donald Trump નું સિઝફાયર રિપોર્ટ કાર્ડ કેમ ફેલ થઈ રહ્યું છે? જાણો
- ટ્રમ્પ દ્વારા કરાયેલી સીઝફાયરની જાહેરાત નિષ્ફળ
- સમર્થકોએ કઠિન નિર્ણયોને અહંકારી ગણાવ્યો
- પાકિસ્તાનના દુષ્ટ ઇરાદાઓનો પર્દાફાશ કર્યો
Donald Trump : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)શનિવારે માહિતી આપી હતી કે, અમેરિકાની મધ્યસ્થી હેઠળ ભારત અને પાકિસ્તાને સીઝફાયર સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.વાઈટ હાઉસમાં પાછા ફર્યા પછી ટ્રમ્પે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરનાર નેતા તરીકે પોતાની છબી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પના સમર્થકો તેમના અચાનક અને કઠિન નિર્ણયોને મજબૂત રાજદ્વારી ગણાવે છે. જ્યારે ઘણા લોકો તેમના નિર્ણયોને મૂર્ખતાપૂર્ણ અને અહંકારી ગણાવે છે.
ટ્રમ્પ દ્વારા કરાયેલી સીઝફાયરની જાહેરાત નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ કરાયેલી સીઝફાયરની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ તેના ઉલ્લંઘનના સમાચાર આવવા લાગ્યા હતા. આ અહેવાલોએ પાકિસ્તાનના દુષ્ટ ઇરાદાઓનો પર્દાફાશ કર્યો છે. પરંતુ ટ્રમ્પની રાજદ્વારી નીતિને પણ બિનઅસરકારક અને અસફળ સાબિત કરી છે. જે બાદ ભારતમાં ઘણા લોકો ટ્રમ્પને સુપર પાવર દેશના પ્રેસિડેન્ટ હોવા છતાં ઓછા પ્રભાવશાળી વ્યક્તિ ગણાવી રહ્યા છે. ટ્રમ્પે છેલ્લા કેટલાક મહિનામાં અન્ય દેશોમાં સીઝફાયર લાગુ કરવાના પ્રયત્નો કર્યા હતા.
રશિયા-યુક્રેન સીઝફાયર
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, જો તેઓ પ્રેસિડેન્ટ બનશે તો તેઓ 24 કલાકમાં રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલુ યુદ્ધ અટકાવી દેશે, પરંતુ આવું થયું નથી. ટ્રમ્પના અનેક પ્રયાસો છતાં,રશિયા યુક્રેન સાથે કાયમી સીઝફાયર અંગે કોઈ સમજૂતી પર પહોંચી શક્યું નથી.જોકે,ગયા અઠવાડિયે બંને દેશો વચ્ચે 30 દિવસના કામચલાઉ સીઝફાયર પર નિર્ણય લેવાયો હતો.
હમાસ ઇઝરાયલ સીઝફાયર
18 માર્ચે, ઇઝરાયલે જાન્યુઆરીમાં અમેરિકા, કતાર અને ઇજિપ્ત દ્વારા કરવામાં આવેલા સીઝફાયરનો ભંગ કર્યો અને ગાઝામાં ફરી બોમ્બમારો શરૂ કર્યો. ત્યારથી ટ્રમ્પ વહીવટીતંત્ર ઇઝરાયલ અને હમાસને શાંતિ માટે મનાવી શક્યું નથી.જે ટ્રમ્પની નબળી રાજદ્વારીતાનો બીજો પુરાવો છે.
હુતી બળવાખોરો સાથે સીઝફાયર
હુતીઓના હુમલાઓને રોકવા માટે અમેરિકાએ યમન પર ભારે બોમ્બમારો કર્યો હતો, પરંતુ આવું થયું નહીં. હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં સમુદ્રની સાથે ઇઝરાયલી અને અમેરિકન લશ્કરી કાફલાને પણ સમાન રીતે નિશાન બનાવ્યા હતા.ઓમાનની મધ્યસ્થી હેઠળ અમેરિકાએ હુતીઓ સાથે સીઝફાયર પણ કર્યું. મળતી માહિતી અનુંસાર હુતીઓ આ સીઝફાયરની શરતોનું પાલન કરી રહ્યા છે અને અમેરિકા સિવાય ઇઝરાયલ પર હુમલો કરવાનું ચાલુ રાખશે. આ બધા સીઝફાયર જોયા પછી સ્પષ્ટ થાય છે કે સીઝફાયર અંગે ટ્રમ્પના નિર્ણયની નિંદા કરી હતી.


