શું મોહમ્મદ યુનુસ બનશે બાંગ્લાદેશના નવા તાનાશાહ? શેખ હસીના બાદ ખાલિદા ઝિયાએ છોડ્યો દેશ, જાણો શું છે કારણ
- BNP પાર્ટીના પ્રમુખ ખાલિદા ઝિયા દેશ છોડીને લંડન જઈ રહી છે
- ખાલિદા ઝિયા લગભગ 10 વાગ્યે એર એમ્બ્યુલન્સથી લંડન જવા રવાના થશે
- ખાલિદા ઝિયાના દેશ છોડવાથી બાંગ્લાદેશની રાજનીતિમાં ખાલીપો સર્જાશે
BNP Khalida Zia Leaves Bangladesh: BNP પ્રમુખ ખાલિદા ઝિયાના લંડન પ્રવાસ બાદ બાંગ્લાદેશના રાજકારણમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.
બાંગ્લાદેશની BNP પાર્ટીના પ્રમુખ ખાલિદા ઝિયા દેશ છોડીને લંડન જઈ રહી છે. તેમણે આ નિર્ણય ત્યારે લીધો છે જ્યારે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટ બુધવારે (8 જાન્યુઆરી, 2025) 'ઝિયા અનાથાલય ટ્રસ્ટ કેસ'માં પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. જો કે ખાલિદા ઝિયાએ કહ્યું છે કે, તે સારવાર માટે લંડન જઈ રહી છે.
ખાલિદા ઝિયા એર એમ્બ્યુલન્સથી લંડન જશે
ખાલિદા ઝિયા તેમના ગુલશન નિવાસસ્થાનથી હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ જવા રવાના થઈ છે. અમેરિકા જતા પહેલા તેમના ગુલશન આવાસથી એરપોર્ટ તરફના રસ્તા પર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા. પાર્ટીના સમર્થકો મંગળવાર (7 જાન્યુઆરી, 2025) બપોરથી ઢાકાની શેરીઓ પર એકઠા થવા લાગ્યા. ખાલિદા ઝિયા લગભગ 10 વાગ્યે એર એમ્બ્યુલન્સથી લંડન જવા રવાના થશે. જે એર એમ્બ્યુલન્સ દ્વારા તે અમેરિકા જઈ રહી છે તે કતારના અમીરે મોકલી છે.
ખાલિદાના દેશ છોડવાથી બાંગ્લાદેશની રાજનીતિમાં ખાલીપો
ખાલિદા ઝિયાના દેશ છોડવાથી બાંગ્લાદેશની રાજનીતિમાં ખાલીપો સર્જાશે, કારણ કે અગાઉ ઓગસ્ટ 2024માં અવામી પાર્ટીના નેતા અને તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાએ પણ હિંસક વિરોધ વચ્ચે દેશ છોડવો પડ્યો હતો.
આ પણ વાંચો : HMPVના સંકટ વચ્ચે ફ્રાન્સે વધારી ચિંતા! મંકીપોક્સના નવા વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો