શું ભારત પહેલા બાંગ્લાદેશમાં શરૂ થશે સ્ટારલિંક ? યુનુસે એલોન મસ્કને આપ્યું આમંત્રણ
- યુનુસે મસ્કને દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું
- બાંગ્લાદેશમાં સ્ટારલિંક આવવાની આશા વધી ગઈ
- યુનુસે મસ્ક સાથે ફોન પર વાત કરી
Starlink start in Bangladesh : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી એલોન મસ્ક પણ તેમને મળ્યા હતા. જે બાદ ટેસ્લા અને સ્ટારલિંકના ભારતમાં આવવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. હવે પડોશી દેશ બાંગ્લાદેશમાં સ્ટારલિંક આવવાની આશા વધી ગઈ છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે અબજોપતિ ઉદ્યોગસાહસિક એલોન મસ્કને આગામી 90 દિવસમાં સ્પેસએક્સની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાના લોન્ચિંગની દેખરેખ માટે દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.
યુનુસે પત્રમાં લખ્યું....
યુનુસે તેમના પત્રમાં લખ્યું કે, "સ્ટારલિંકની કનેક્ટિવિટીને બાંગ્લાદેશના માળખાગત સુવિધાઓમાં એકીકૃત કરવાથી પરિવર્તનશીલ અસર પડશે, ખાસ કરીને બાંગ્લાદેશના ઉદ્યોગસાહસિક યુવાનો, ગ્રામીણ અને સંવેદનશીલ મહિલાઓ અને દૂરના અને વંચિત સમુદાયો માટે,"
Chief Adviser Professor Muhammad Yunus has invited top US businessman and Chief Executive Officer of SpaceX @elonmusk to visit Bangladesh and launch Starlink satellite service in the country.#Bangladesh #ChiefAdviser #Starlink pic.twitter.com/6MQeYcUfjD
— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) February 23, 2025
યુનુસે મસ્ક સાથે ફોન પર વાત કરી
મોહમ્મદ યુનુસે 13 ફેબ્રુઆરીએ એલોન મસ્ક સાથે ટેલિફોનિક ચર્ચા બાદ આ આમંત્રણ મોકલ્યું છે. જેમાં સહકારની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્ટારલિંકને ઝડપથી દેશમાં લાવવા અને મસ્કની ટીમ સાથે નજીકથી કામ કરવા માટે મુખ્ય સલાહકારે તેમના ઉચ્ચ પ્રતિનિધિ ડૉ. ખલીલુર રહેમાનની નિમણૂક કરી છે. જો બાંગ્લાદેશમાં સ્ટારલિંક સેવાઓ શરૂ થાય છે, તો તે સંકટગ્રસ્ત દેશ માટે મોટી રાહત હશે. કારણ કે બાંગ્લાદેશમાં ભારત જેટલી સારી ઇન્ટરનેટ સેવા નથી.
આ પણ વાંચો : Giorgia Meloni Speech: PM Modi, મેલોની અને ટ્રમ્પ એકસાથે બોલે છે તો... ડાબેરીઓ પર ગુસ્સે થયા ઇટાલીના PM જ્યોર્જિયા
ભારતમાં થોડા દિવસોમાં સ્ટારલિંક સેવાઓ શરૂ થઈ શકે છે
સ્ટારલિંક ભારતમાં તેની શરૂઆત કરવા જઈ રહી છે. લાંબી રાહ જોયા બાદ, કંપનીએ હવે તેના તમામ જરૂરી દસ્તાવેજો ભારત સરકારને સબમિટ કરી દીધા છે અને અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સ્ટારલિંક સેવા પહેલા ભારતમાં શરૂ થશે કે બાંગ્લાદેશમાં.
શું છે સ્ટારલિંક
એલોન મસ્કની સ્પેસએક્સ, સ્ટાર લિંક વિશે ઘણા સમાચાર સાંભળ્યા હશે. સ્ટારલિંક એક સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા છે જેના દ્વારા 100થી વધુ દેશોમાં હાઈ સ્પીડ ડેટા આપવામાં આવે છે. કેબલ આધારિત બ્રોડબેન્ડ સેવાઓથી વિપરીત, ટેસ્લાના સીઇઓની સ્ટારલિંક કોઇ એવા સ્થાને કામ કરે છે જ્યાં સીધા આકાશનો વ્યૂ મળતો હોય. તેનો હેતુ પૃથ્વીના દૂરના સ્થળોએ પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે.
આ પણ વાંચો : Donald Trump on USAID: 'ભારતને ચૂંટણી ભંડોળની જરૂર નથી...', ડોનાલ્ડ ટ્રમ્પ ફરી USAID પર બોલ્યા


