ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati ઓ માટે સૌથી ખરાબ સમાચાર, Trump ઇમરજન્સી લગાવીને લાખો પ્રવાસીઓને બહાર ખદેડશે

Emergency In America : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે બિનકાયદેસર પ્રવૃતિઓ સામે મોટો નિર્ણય લઇ શકે છે.
02:13 PM Nov 19, 2024 IST | KRUTARTH JOSHI
Emergency In America : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે બિનકાયદેસર પ્રવૃતિઓ સામે મોટો નિર્ણય લઇ શકે છે.
Illegal immigrant in america

Emergency In America : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે બિનકાયદેસર પ્રવૃતિઓ સામે એક મોટો નિર્ણય લેવાની નેમ વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, મારી સરકાર બિનકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓ સામે સૈન્ય દળનો પ્રયોગ કરી શકે છે. જરૂર પડ્યે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કટોકટી પણ લાદવામાં આવી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા

ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ પર ટોન ફિટોન નામના વ્યક્તિને રિપોસ્ટ કરતા આ વાતની પૃષ્ટિ કરી હતી. ટોમ ફિટોન પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, માહિતી મળી રહી છે કે, ટ્રમ્પ સરકાર અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી શકે છે. સેના દ્વારા ઘુસણખોરોને દેશની બહાર ખદેડવા માટે મોટી તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો : પંજાબ-હરિયાણાના ખેડૂતો NASA ને પણ બનાવી રહ્યા છે ઉલ્લુ, સેટેલાઇટ પસાર થયા બાદ કરે છે કાંડ...

સીમા સુરક્ષા પ્રમુખે આપ્યું નિવેદન

ટ્રમ્પના સીમા સુરક્ષા પ્રમુખ ટોમ હોમને ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે, જે ડેમોક્રેટિક શાસિત રાજ્યોએ દેશનિકાલાના અભિયાનનો ઇન્કાર કર્યો છે. તેઓએ અમારા રસ્તા પરથી હટી જવું જોઇએ. અમારૂ તંત્ર 4.50 લાખ બિનકાયદેસર પ્રવાસીઓને કાઢીને રહેશે. આ આંકડા છે જેની સામે ગુનાહિત રેકોર્ડ છે.

આ પણ વાંચો : Rajkot મનપાની જનરલ બોર્ડની બેઠકમાં જામ્યું શાબ્દિક યુદ્ધ, જુઓ આ Video

સિક્યોરિટી એજન્સી પર પણ ઉઠ્યા સવાલ

પોતાના વ્યક્તિગત સીમા સુક્ષાના અનુભવને શેર કરતા ટોમ હોમને કહ્યું કે, સીમા સુરક્ષાના એજન્ટો બિનકાયદેસર પ્રવાસીઓને અટકાવી નથી રહ્યા. તેઓ બસ ટ્રાવેલ્સ એજન્ટની જેમ કામ કરી રહ્યા છે. આ બિનકાયદેસર પ્રવાસીઓ કોઇ પણ અડચણ વગર જ અમેરિકા આવી રહ્યા છે. તેમને મફત પ્લેન ટિકિટ, હોટલ અને સ્વાસ્થય સેવાઓ પર અપાશે. લાખો અમેરિકન નાગરિકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Tirupati: બિન હિન્દુ કર્મચારીઓ બદલી કરાવી દે કાં VRS લઇ લે...

અમેરિકામાં દરેક ચોથો પ્રવાસી બિનકાયદેસર

બિનકાયદેસર પ્રવાસીઓને અમેરિકામાં ઘુસતા અટકાવવા ટ્રમ્પ તંત્ર માટે મોટો પડકાર છે. અમેરિકામાં દરેક ચોથો પ્રવાસી બિનકાયદેસર છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના પરથી જાણવા મળે છે કે, 2020 બાદ દેશમાં બિનકાયદેસર પ્રવાસીઓની સંખ્યા વધી છે.

આ પણ વાંચો : દિલ્હીમાં થશે Artificial rain? મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર પાસે માંગી મદદ

Tags :
American ArmyDonald TrumpEmergency In AmericaEmergency Will Impose in AmericaGujarat FirstGUJARATIillegal alien in AmericaIllegal immigrantઅમેરિકામાં ઇમરજન્સીગુજરાત ફર્સ્ટગુજરાતી
Next Article