Yemen's Houthi rebels attack: હુથી બળવાખોરોનો રાતા સમુદ્રમાં મિસાઈલ હુમલો, ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ, જુઓ VIDEO
- હુથી બળવાખોરોએ રાતા સમુદ્રમાં મિસાઈલથી હુમલો
- બલ્ક કેરિયર જહાજ ટાઈટેનિકની જેમ ડૂબી ગયું
- સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ
Yemen's Houthi rebels attack : યમનના હુથી બળવાખોરોએ રાતા સમુદ્રમાં જઈ રહેલા જહાજ પર મિસાઈલથી હુમલો (Yemen's Houthi rebels attack) કર્યો છે, જેમાં મેજિક સીઝ નામનું એક બલ્ક કેરિયર જહાજ ટાઈટેનિકની જેમ ડૂબી ગયું છે. આ જહાજ યૂનાની માલિકીનું હતું અને તેના પર લાઈબેરિયાનો ધ્વજ હતો. બળવાખોરોએ ડ્રોન, મિસાઈલ, રૉકેટ લોન્ચર અને નાના હથિયારોથી હુમલો કરતાં જહાજ પર આગ લાગ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો, પછી જહાજના બે ટુકડા થઈ પાણીમાં ડૂબી ગયું છે, જેનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
હુથીઓએ હુમલાનો વીડિયો જાહેર કર્યો
હુથી બળવાખોરોએ હુમલાનો વીડિયો બનાવી શેર કર્યો છે. વીડિયોમાં બળવાખોરો જહાજ પર મિસાઈલ હુમલો કરતા અને પછી ભયાનક વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. વિસ્ફોટના કારણે જહાજમાં ભયાનક આગ લાગતી અને ધુમાળાના ગોટેગોટા ઉડતા પણ જોવા મળી રહ્યા છે. છેવટે જહાજ સમુદ્રમાં ડૂબી જતું દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો -'જ્યાં મળે ત્યાં ગોળી મારી દો' બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાનો ચોંકાવનારો ઓડિયો વાયરલ
3 ના મોત અનેક ઘાયલ
યુરોપિયન યુનિયનના નૌકાદળ મિશન 'ઓપરેશન એસ્પાઇડ્સ' એ મંગળવારે પુષ્ટિ કરી કે હુમલામાં ૩ ખલાસીઓ માર્યા ગયા અને ૨ ઘાયલ થયા, જેમાંથી એકે પોતાનો પગ ગુમાવ્યો. જહાજ પરના ૨૨ ક્રૂ સભ્યોએ પોતાનો જીવ બચાવવા માટે જહાજ પરથી કૂદી પડ્યા અને બાદમાં તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓએ વળતો પ્રહાર કર્યો પરંતુ નુકસાન અટકાવી શક્યા નહીં.
આ પણ વાંચો -PM Modi ને બ્રાઝિલના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ' થી કરાયા સન્માનિત
વૈશ્વિક વેપારમાં આંચકો
જહાજ સુએઝ નહેર તરફ જઈ રહ્યું હતું ત્યારે હુમલો થયો. આ વિસ્તાર વૈશ્વિક વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વેપારી જહાજો પર હુથીઓના વારંવારના હુમલાઓ વૈશ્વિક પુરવઠા શૃંખલાને અસર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ હુમલાઓ હમાસના સમર્થનમાં કરવામાં આવી રહ્યા છે, જે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ સાથે જોડાયેલ છે.
આંતરરાષ્ટ્રીય ચિંતા
આ હુમલા પછી, આંતરરાષ્ટ્રીય સમુદાયે આ કાર્યવાહીની નિંદા કરી છે અને પ્રદેશમાં વધી રહેલા તણાવને ઘટાડવાની અપીલ કરી છે. આ હુમલો માત્ર દરિયાઈ સુરક્ષાને પડકારતો નથી, પરંતુ મધ્ય પૂર્વની પહેલાથી જ જટિલ ભૂ-રાજકીય પરિસ્થિતિને પણ જટિલ બનાવી રહ્યો છે.