રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સની 29 રને શાનદાર જીત, RCB 115 રનમાં ઓલઆઉટ
IPL
2022 માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની ટીમો સીઝનની 39મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સને માત આપી છે. રાજસ્થાને
આ મેચ 29 રને જીતી લીધી છે. જસ્થાન રોયલ્સે ટોસ
હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે રિયાન
પરાગે અણનમ 56 રન બનાવ્યા અને IPLની પોતાની બીજી અડધી સદી પૂરી કરી. તે જ સમયે કેપ્ટન સંજુ
સેમસને 27 રન બનાવ્યા હતા. તેના સિવાય બાકીના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા.
દેવદત્ત પડીકલ (7), જોસ બટલર (8), આર અશ્વિન (17), ડેરીલ મિશેલ (16) અને શિમરોન હેટમાયર (3)
સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ અને
વાનિન્દુ હસંગાએ બે-બે જ્યારે હર્ષલ પટેલે એક વિકેટ ઝડપી હતી.
That's that from Match 39.@rajasthanroyals take this home by 29 runs.
Scorecard - https://t.co/fVgVgn1vUG #RCBvRR #TATAIPL pic.twitter.com/9eGWXFjDCR
— IndianPremierLeague (@IPL) April 26, 2022" title="" target="">javascript:nicTemp();
રાજસ્થાને આપેલા 145 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCBની ટીમ 19.3 ઓવરમાં 115 રન જ બનાવી શકી હતી. તેની તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ 23 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને ઓપનિંગમાં મોકલવાનો આરસીબીનો નિર્ણય યોગ્ય સાબિત થયો ન હતો. કોહલી 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


