Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોહિત શર્માની વધુ એક કમાલ, T20 ક્રિકેટમાં પૂરા કર્યા 10,000 રન

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. IPL 2022 ની 23મી લીગ મેચમાં પંજાબ કિંગ્સ સામે રોહિત શર્માએ તેનો 25મો રન બનાવ્યો કે તરત જ તે T20 ક્રિકેટમાં 10,000 રન બનાવનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો. રોહિત શર્મા પહેલા વિરાટ કોહલીએ ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. આ રીતે રોહિત શર્મા ટી20 ફોર્મેટમાં 10,000 રન પુરા કરનાર બેટ્સમેનોની ક્લબમાં સામેલ થઈ ગયો છે. તેમાં આંતરરાષ્ટ્રીય T20 ક્
રોહિત શર્માની વધુ એક કમાલ  t20 ક્રિકેટમાં પૂરા કર્યા 10 000 રન
Advertisement

મુંબઈ ઈન્ડિયન્સના
કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
IPL 2022 ની 23મી લીગ મેચમાં પંજાબ કિંગ્સ સામે
રોહિત શર્માએ તેનો
25મો રન બનાવ્યો કે તરત જ તે T20 ક્રિકેટમાં 10,000 રન બનાવનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો. રોહિત શર્મા પહેલા
વિરાટ કોહલીએ ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. આ રીતે રોહિત શર્મા ટી
20 ફોર્મેટમાં 10,000 રન પુરા કરનાર બેટ્સમેનોની ક્લબમાં સામેલ થઈ ગયો છે. તેમાં
આંતરરાષ્ટ્રીય
T20 ક્રિકેટના રન પણ સામેલ છે.


Advertisement

જમણા હાથના
બેટ્સમેન રોહિત શર્માએ આ મેચ પહેલા
T20 ફોર્મેટ (ભારતીય ટીમ, IPL અને ડોમેસ્ટિક ક્રિકેટ)માં 9975 રન બનાવ્યા હતા. હિટમેન રોહિતે પંજાબ વિરૂદ્ધ ચોથી ઓવરમાં કાગીસો
રબાડાના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી અને આ સાથે હિટમેને
T20 ક્રિકેટમાં બનાવેલા રનની સંખ્યા 4 થી પાંચ પોઈન્ટ સુધી પહોંચાડી દીધી. તે T20 ક્રિકેટમાં 10,000 કે તેથી વધુ રન બનાવનાર સાતમો બેટ્સમેન બન્યો છે. ભારત માટે માત્ર
વિરાટ કોહલીએ જ તેના કરતા વધુ ટી
20 રન બનાવ્યા છે. વિરાટે 10379 રન બનાવ્યા છે.

Advertisement


જોકે, રોહિત શર્મા 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તે પહેલા તેણે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. હવે
જોવાનું એ રહે છે કે આઈપીએલ
2022માં પોતાની પ્રથમ જીત તરફ જોઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ 199ના સ્કોરનો પીછો કરવામાં સફળ રહેશે કે
કેમ. પંજાબ કિંગ્સ સામે ટીમે સારી શરૂઆત કરી હતી
, પરંતુ ટીમને પહેલા કેપ્ટન રોહિત શર્માના રૂપમાં અને પછી ઈશાન
કિશનના રૂપમાં બે મોટા ઝટકા લાગ્યા હતા.

Tags :
Advertisement

.

×