Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્લેઓફની આશાને જીવંત રાખવા શું RCB, GTને હરાવી શકશે? કોહલી પર હશે સૌની નજર

IPL 2022ની 67મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ આમને સામને જોવા મળશે. ગુજરાત ટાઇટન્સે 13માંથી 10 મેચ જીતીને 20 પોઈન્ટ સાથે અગાઉના પ્લેઓફમાં ક્વોલિફાય થઇ ગયું છે. હવે આરસીબીનો વારો છે. આરસીબીએ 13 મેચમાં 7 મેચ જીતીને 14 પોઈન્ટ મેળવ્યા છે. જો RCB આજની મેચ જીતી જશે તો તેની પ્લેઓફની આશાઓ અકબંધ રહેશે.મહત્વનું છે કે, IPL 2022ની શરૂઆત શાનદાર રહી છે. આ વખતે એક નવીનતા જોવા મળી છે કે નવી ટીમોએ શàª
પ્લેઓફની આશાને જીવંત રાખવા શું rcb  gtને હરાવી શકશે  કોહલી પર હશે સૌની નજર
IPL 2022ની 67મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ આમને સામને જોવા મળશે. ગુજરાત ટાઇટન્સે 13માંથી 10 મેચ જીતીને 20 પોઈન્ટ સાથે અગાઉના પ્લેઓફમાં ક્વોલિફાય થઇ ગયું છે. હવે આરસીબીનો વારો છે. આરસીબીએ 13 મેચમાં 7 મેચ જીતીને 14 પોઈન્ટ મેળવ્યા છે. જો RCB આજની મેચ જીતી જશે તો તેની પ્લેઓફની આશાઓ અકબંધ રહેશે.
મહત્વનું છે કે, IPL 2022ની શરૂઆત શાનદાર રહી છે. આ વખતે એક નવીનતા જોવા મળી છે કે નવી ટીમોએ શાનદાર રમત બતાવી છે અને જ્યારે જૂની ટીમો તેમનું સારું પ્રદર્શન બતાવી શકી નથી. આજની મેચની વાત કરીએ તો, આજે મેચ RCB અને GT વચ્ચે રમાશે. બંને ટીમો જીત પર નજર રાખશે અને સાથે જ ટીમ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. હાર્દિક પંડ્યાની ગુજરાત અને ફાફ ડુ પ્લેસિસની આરસીબી આ સિઝનની શરૂઆતમાં પણ એકબીજા સામે મેચ રમી ચૂકી છે. તે મેચમાં ગુજરાત ટાઇટન્સે આરસીબીને હરાવ્યું હતું. જો આજની મેચમાં પણ RCB હારી જાય છે તો પ્લેઓફમાં પહોંચવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ જશે. આરસીબીને વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હશે, જે આ સિઝનમાં વધુ કરી શક્યા નથી. 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી જેમાં તેનો 54 રનથી પરાજય થયો હતો. તે રમતમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી ગ્લેન મેક્સવેલે 35 અને રજત પાટીદારે 26 રન બનાવ્યા હતા. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે તેની છેલ્લી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમી હતી, જેમાં ગુજરાત ટાઇટન્સનો સાત વિકેટે વિજય થયો હતો. તે મેચમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રિદ્ધિમાન સાહાએ 67 રન બનાવ્યા હતા.
આ મેચમાં ખાસ કરીને વિરાટ કોહલી પર સૌ કોઇની નજર રહેશે. આ વર્ષે કોહલીનું પ્રદર્શન ઘણુ ખરાબ રહ્યું છે. તે રન બનાવવા માટે સતત સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે વળી જો આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંને જીતનો સ્વાદ ચાંખવો હોય તો તેણે તેના બેટથી શાનદાર ઇનિંગ રમવી જ પડશે. જોકે, વિરાટ કોહલી ઉપરાંત ગ્લેન મેક્સવેલને પણ આ મેચમાં શાનદાર ઇનિંગ રમવી પડશે. ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સની ટીમ અત્યાર સુધીમાં ક્યારે પણ આઈપીએલનું ટાઈટલ જીતી શક્યું નથી. 
RCBની સંભવિત XI:
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (c), રજત પાટીદાર, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (wk), શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, વનિન્દુ હસરાંગા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવૂડ.
GTની સંભવિત XI:
રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, અલઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી.
Advertisement
Tags :
Advertisement

.