Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MS Dhoni : ચેન્નાઈમાં મેચ જોવા પહોંચ્યા ધોનીના માતા-પિતા, ફેન્સ વચ્ચે શરૂ થઈ નિવૃતિની અટકળો

ચેન્નાઈમાં મેચ જોવા પહોંચ્યા ધોનીના માતા-પિતા ફેન્સ વચ્ચે શરૂ થઈ નિવૃતિની અટકળો ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં કેટલાક સંકેતો મળ્યા   MS Dhoni :ભારતીય ટીમના સ્ટાર કેપ્ટન અને દેશ માટે ત્રણ ICC ટ્રોફી જીતનાર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)હવે...
ms dhoni   ચેન્નાઈમાં મેચ જોવા પહોંચ્યા ધોનીના માતા પિતા  ફેન્સ વચ્ચે શરૂ થઈ નિવૃતિની અટકળો
Advertisement
  • ચેન્નાઈમાં મેચ જોવા પહોંચ્યા ધોનીના માતા-પિતા
  • ફેન્સ વચ્ચે શરૂ થઈ નિવૃતિની અટકળો
  • ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં કેટલાક સંકેતો મળ્યા

MS Dhoni :ભારતીય ટીમના સ્ટાર કેપ્ટન અને દેશ માટે ત્રણ ICC ટ્રોફી જીતનાર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)હવે ફક્ત IPL રમે છે. દરેક IPLમાં ધોનીના નિવૃત્તિના (Retirement)સમાચાર આવે છે, પરંતુ એવું થતું નથી. જોકે, શનિવારે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં કેટલાક સંકેતો મળ્યા હતા જેના પરથી એવું લાગી રહ્યું છે કે આ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે.

Advertisement

Advertisement

દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેની મેચ ચેપોક સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ દરમિયાન, ધોનીના માતા-પિતાને 12મી ઓવર શરૂ થાય તે પહેલા બતાવવામાં આવ્યા હતા. આવું પહેલા ક્યારેય જોવા નથી મળ્યું. તેના માતા-પિતા ક્યારેય કોઈ મેચમાં જોવા નથી મળ્યા. આ કારણોસર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું ધોની આજે તેની છેલ્લી IPL મેચ રમી રહ્યો છે.

ધોનીએ આ કહ્યું હતું

ધોનીએ એક વખત કહ્યું હતું કે તે ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ પર તેની છેલ્લી IPL મેચ રમશે કારણ કે જો તે આમ નહીં કરે, તો તે ફ્રેન્ચાઈઝીના ફેન્સ જે તેને ખૂબ પ્રેમ કરે છે તેમના માટે સારું નહીં હોય. આજની મેચ ચેન્નાઈના ચેપોકમાં છે.

આ પણ  વાંચો -તિલક વર્માને રિટાયર્ડ આઉટ કરવું MI ને ભારે પડ્યું! ખૂબ થઇ રહી છે ટીકા

2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું

ધોની હંમેશા પોતાના કાર્યો વિશે કોઈને નથી જણાવતો. જ્યારે તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું, ત્યારે કોઈને કોઈ અપેક્ષા નહતી, પરંતુ તેણે આ નિર્ણય લીધો હતો. ધોનીએ 2014માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લઈ લીધી હતી. ટીમ ઈન્ડિયાની મર્યાદિત ઓવરોની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય પણ ધોનીએ અચાનક લીધો હતો.

આ પણ  વાંચો -NZ vs PAK : એક થ્રો અને બેટ્સમેન ઈજાગ્રસ્ત! ઇમામ-ઉલ-હકની હાલત ખરાબ

ધોની તેના જૂના ફોર્મમાં નથી

ધોની હજુ પણ વિકેટ પાછળથી એ જ ચપળતાથી વિકેટકીપિંગ કરી રહ્યો છે જે તે પહેલા કરતો હતો. જોકે, તેની બેટિંગમાં તે સ્ફૂર્તિ નથી દેખાઈ જેના માટે તે જાણીતો હતો. આ કારણોસર, આ વખતે તે નવમા નંબરે બેટિંગ કરતો જોવા મળ્યો અને તેણે રવિચંદ્રન અશ્વિનને પોતાની પહેલા મોકલ્યો હતો. તેના આ નિર્ણયની ટીકા પણ થઈ હતી.

Tags :
Advertisement

.

×