GT vs RCB : ગુજરાતે ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય
- GT vs RCB વચ્ચે ટક્કર
- ગુજરાતે ટોસ જીતી બોલિંગનો નિર્ણય
- આરસીબી ટીમ પહેલા બેટિંગ કરશે
GT vs RCB: IPL 2025 ની 14 મી મેચમા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ (GT vs RCB) ની ટીમો આમને-સામને છે.આરસીબી આ સિઝનની પહેલી મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર રમી રહી છે.ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આરસીબી ટીમ પહેલા બેટિંગ કરશે
બંને ટીમોનું અત્યાર સુધીનું પ્રદર્શન આ રહ્યું છે.
આરસીબીએ ઈડન ગાર્ડન્સમાં કોલકાતા અને ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. ગુજરાતની ટીમે અત્યાર સુધી બંને શરૂઆતની મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર રમી છે. પહેલી મેચમાં તેને પંજાબ કિંગ્સ (PBKS) સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બીજી મેચમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને હરાવ્યું હતું.
🚨 Toss 🚨@gujarat_titans elected to field against @RCBTweets
Updates ▶️ https://t.co/teSEWkWPWL #TATAIPL | #RCBvGT pic.twitter.com/zF2RIz9oS4
— IndianPremierLeague (@IPL) April 2, 2025
આ પણ વાંચો -IPL 2025ની વચ્ચે યશસ્વી જયસ્વાલે ટીમ છોડવાનો લીધો નિર્ણય, જાણો કારણ
કઈ ટીમનો હાથ ઉપર છે તે જાણો
હેડ ટુ હેડની વાત કરીએ તો, IPLમાં RCB અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, RCB એ 3 મેચ જીતી જ્યારે ગુજરાતે 2 મેચ જીતી. જોકે, ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે મદદરૂપ છે અને અહીં ત્રણ વખત 260 થી વધુનો સ્કોર બન્યો છે.
આ પણ વાંચો -2027ના વર્લ્ડ કપને લઈને Virat Kohli ની મોટી જાહેરાત,જુઓ Video
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ ઇલેવન
આરસીબીની ટીમ
ફિલ સોલ્ટ (વિકેટકીપર), વિરાટ કોહલી, ટિમ ડેવિડ, જીતેશ શર્મા, રજત પાટીદાર (કેપ્ટન), દેવદત્ત પડિકલ, લિયામ લિવિંગસ્ટોન, કૃણાલ પંડ્યા, યશ દયાલ, જોશ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર
ગુજરાત ટાઇટન્સ
જોસ બટલર (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, શેરફેન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, સાઇ કિશોર, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.


