Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CSK આજે રચશે ઈતિહાસ, ધોની-કોહલી પણ બનાવી શકે છે આ મોટો રેકોર્ડ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મંગળવારે સુપરહિટ મેચ છે. ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને સામને થશે. એક તરફ મહેન્દ્ર સિંહ ધોની છે તો બીજી તરફ વિરાટ કોહલી છે. આ ખાસ મેચમાં ઘણા રેકોર્ડ પણ બનવાની સંભાવના છે. ખાસ વાત એ છે કે એમએસ ધોની અને વિરાટ બંને પાસે રેકોર્ડ બનાવવાની તક છે. ચેન્નાઈ સુપર કિંગ્સની 200મી મેચ ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ
csk આજે રચશે ઈતિહાસ  ધોની કોહલી પણ બનાવી શકે છે આ મોટો રેકોર્ડ
Advertisement

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મંગળવારે સુપરહિટ મેચ છે. ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર
કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને સામને થશે. એક તરફ મહેન્દ્ર સિંહ ધોની
છે તો બીજી તરફ વિરાટ કોહલી છે. આ ખાસ મેચમાં ઘણા રેકોર્ડ પણ બન
વાની સંભાવના
છે.
ખાસ વાત એ છે કે એમએસ ધોની અને વિરાટ
બંને પાસે રેકોર્ડ બનાવવાની તક છે.


Advertisement

ચેન્નાઈ સુપર કિંગ્સની 200મી મેચ

Advertisement

ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ ભલે આ સિઝનમાં અત્યાર સુધી
એક પણ મેચ જીતી ન હોય
, પરંતુ તેની ગણતરી ટુર્નામેન્ટની
શ્રેષ્ઠ ટીમ તરીકે થાય છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ મંગળવારે રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર સામે ટકરાશે ત્યારે તે તેની
200મી આઈપીએલ મેચ હશે. ચેન્નાઈ સુપર કિંગ્સ આવું કરનાર આઈપીએલમાં
છઠ્ઠી ટીમ બની જશે. તે પણ જ્યારે ચેન્નાઈ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો
હતો.


IPLમાં સૌથી વધુ મેચ રમનાર ટીમ

મુંબઈ ઈન્ડિયન્સ - 221 મેચ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 215 મેચ

કોલકાતા નાઈટ રાઈડર્સ - 214 મેચો

દિલ્હી કેપિટલ્સ - 214 મેચ

પંજાબ કિંગ્સ - 208 મેચ

ચેન્નાઈ સુપર કિંગ્સ - 200 મેચ*

ધોની 200 સિક્સર પૂરી કરશે


મહેન્દ્ર સિંહ ધોની ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટ છોડી ચુક્યા હોય પરંતુ છગ્ગા મારવામાં તેને હજુ કોઈ બ્રેક નથી. એમએસ ધોની પાસે
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે
200 સિક્સર પૂરી કરવાની તક છે. ધોનીને આ માટે 8 સિક્સરની જરૂર છે, જો તે કરશે તો તે CSK માટે 200 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બની જશે.
જો કે એમએસ ધોનીના નામે
IPLમાં 222 સિક્સર છે. પરંતુ તેમાંથી કેટલીક પુણે સુપરજાયન્ટ્સ માટે પણ છે.


CSK માટે સૌથી વધુ છગ્ગા

એમએસ ધોની - 192 છગ્ગા

સુરેશ રૈના - 180 છગ્ગા

ફાફ ડુ પ્લેસિસ - 87 છગ્ગા


વિરાટ કોહલી પાસે પણ મોટી તક છે

કિંગ વિરાટ કોહલીનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે, પરંતુ તેની પાસે મોટી તક છે. વિરાટ કોહલીને ચેન્નાઈ સુપર કિંગ્સ
સામે
1000 રન પૂરા કરવા માટે 52 રનની જરૂર છે. અત્યાર સુધીમાં વિરાટ
કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે
28 મેચ રમી છે, જેમાં તેણે 41ની એવરેજથી 948 રન બનાવ્યા છે. IPLમાં કોઈપણ એક ટીમ વિરુદ્ધ 1000 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, જેણે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ આ રેકોર્ડ બનાવ્યો છે.

Tags :
Advertisement

.

×