Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સનરાઈઝર્સ સામે ધોની બ્રિગેડની ધમાકેદાર જીત, ચેન્નાઈએ હૈદરાબાદને 13 રને હરાવ્યું

IPL 2022 ની 46મી મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે કેન વિલિયમસનની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી હતી. ચેન્નાઈએ હૈદરાબાદની ટીમને 13 રને હરાવી ટુર્નામેન્ટની ત્રીજી મેચ જીતી લીધી હતી.
સનરાઈઝર્સ સામે ધોની બ્રિગેડની ધમાકેદાર જીત  ચેન્નાઈએ હૈદરાબાદને 13 રને
હરાવ્યું
Advertisement

IPL 2022 ની 46મી મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે કેન
વિલિયમસનની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની
હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી હતી.
ચેન્નાઈએ હૈદરાબાદની ટીમને
13 રને હરાવી ટુર્નામેન્ટની ત્રીજી મેચ જીતી લીધી હતી.

That's that from Match 46 of #TATAIPL.@ChennaiIPL win by 13 runs against #SRH.

Scorecard - https://t.co/8IteJVPMqJ #SRHvCSK #TATAIPL pic.twitter.com/TuCa1F2mKs

— IndianPremierLeague (@IPL) May 1, 2022" title="" target="">javascript:nicTemp();

આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પ્રથમ બેટિંગ
કરતા
202 રન બનાવ્યા હતા. તેના જવાબમાં હૈદરાબાદ 20 ઓવર રમીને 6 વિકેટ ગુમાવીને
189 રન બનાવી શકી હતી અને 13 રનથી મેચ હારી ગઈ હતી. સનરાઇઝર્સ
હૈદરાબાદને પહેલો ફટકો અભિષેક શર્માના રૂપમાં લાગ્યો હતો જે
24 બોલમાં 39 રન બનાવીને આઉટ
થયો હતો. રાહુલ ત્રિપાઠી ખાતું પણ ખોલી શક્યો ન હતો.
જ્યારે એડન
માર્કરામ
17 રન બનાવીને આગળ ગયો હતો. કેપ્ટન કેન વિલિયમસન 47 રન બનાવીને આઉટ
થયો હતો. શશાંક સિંહ
15 અને વોશિંગ્ટન સુંદર 2 રન બનાવીને આઉટ થયા હતા. નિકોલસ પૂરન 64 રને અણનમ પરત
ફર્યો હતો.

 

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા ગાયકવાડે 99 રન બનાવ્યા અને
કોનવેએ
CSK માટે અણનમ 85 રન બનાવ્યા. ગાયકવાડ સિઝનની પ્રથમ સદી એક રનથી ચૂકી ગયો અને ટી
નટરાજન દ્વારા આઉટ થયો. ચેન્નાઈને બીજો ઝટકો પણ ધોનીના રૂપમાં નટરાજને આપ્યો હતો.
20 ઓવરમાં ચેન્નાઈએ
2 વિકેટ ગુમાવીને 202
રન બનાવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement

.

×