ગુજરાત ટાઈટન્સ રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવી ટોપ પર પહોંચ્યું
IPLની વર્તમાન સિઝનની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત
ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સે
રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું છે. ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને જીત માટે
193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં
9 વિકેટ ગુમાવીને 155 રન જ કરી શકી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
હતી. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 192
ફટકાર્યા હતા.
That's that from Match 24.@gujarat_titans win by 37 runs and now sit atop the #TATAIPL Points Table.
Scorecard - https://t.co/yM9yMibDVf #RRvGT #TATAIPL pic.twitter.com/tyce9OyqJa
— IndianPremierLeague (@IPL) April 14, 2022" title="" target="">javascript:nicTemp();
ગુજરાત તરફથી હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ
કરતા ફિફ્ટી ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ 52 બોલમાં 87 રન ફટકાર્યા હતા. તો અભિનવ
મનોહરે આક્રમક બેટિંગ કરતા 28 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું હતું. ડેવિડ મિલરે પણ
31 રન ફટકાર્યા હતા. આ ગુજરાત ટાઈટન્સની ચોથી જીત છે. ગુજરાત ટાઈટન્સે 5માંથી 4 મેચમાં જીત મેળવી છે. આ જીત સાથે ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.
રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલરે શાનદાર
ફિફ્ટી ફટકારી હતી. પરંતુ તેની ફિફ્ટી ટીમને જીત ન અપાવી શકી. જોસ બટલરે 24 બોલમાં
આક્રમક 54 રન ફટકાર્યા હતા. જ્યારે પડ્ડીકલે ખાતુ પણ ખોલાવ્યું ન હતું અને યશ
દયાલનો શિકાર બની ગયો હતો. આર.અશ્વિને 8 રન, સેમસને 11 રન, હેટમાયરે 29 રને, પરાગે
18 રને અને નિશમે 17 રન ફટકાર્યા હતા.


