Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત અને મુંબઈ વચ્ચે ટક્કર, ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ આજે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાઈ રહી છે. IPL 2022માં આ બંને ટીમો પહેલીવાર આમને-સામને થશે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક પંડ્યા આ મેચમાં પ્લેઓફમાં પ્રવેશવા માટે તેની ભૂતપૂર્વ ટીમ પર નજર રાખશે, ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત સામે બીજી જીત મેળવવા મેદાને ઉતરશે. પોઈન્ટ ટેબલ પર નજર ક
ગુજરાત અને મુંબઈ વચ્ચે ટક્કર  ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
Advertisement

હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ આજે
રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ સામે
ટકરાઈ રહી છે. IPL 2022માં
આ બંને ટીમો પહેલીવાર આમને-સામને થશે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ
કરવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક પંડ્યા આ મેચમાં પ્લેઓફમાં પ્રવેશવા માટે તેની
ભૂતપૂર્વ ટીમ પર નજર રાખશે
, ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત સામે
બીજી જીત મેળવવા મેદાને ઉતરશે. પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાત
16 પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે
મુંબઈ બે પોઈન્ટ સાથે
10મા
ક્રમે છે.
ગુજરાત ટાઇટન્સને છેલ્લી મેચમાં પંજાબ
કિંગ્સના હાથે
8
વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં તેની માત્ર બીજી હાર હતી. જ્યારે
સતત
8 હારનો સામનો કર્યા પછી મુંબઈને
તેની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ વિજય મળ્યો હતો.

Match 51. Gujarat Titans won the toss and elected to field. https://t.co/2bqbwTHMRS #GTvMI #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) May 6, 2022" title="" target="">javascript:nicTemp();

ગુજરાત ટાઇટન્સ આજે શુભમન ગિલ પાસેથી
મોટી ઇનિંગની અપેક્ષા રાખશે. સિઝનની શરૂઆતમાં સતત બે અડધી સદી રમનાર ગિલ ફોર્મમાં
છે.
આજે ટીમ
તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખશે. મુંબઈ ઈન્ડિયન્સ સિઝનની તેમની બીજી
જીતની રાહ જોઈ રહ્યું છે. રોહિત શર્માની એમઆઈએ છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે
સતત
8
મેચ હાર્યા બાદ પ્રથમ જીત મેળવી હતી. આ ગતિને અકબંધ રાખીને ટીમ આજે સિઝનની બીજી
મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.


મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન): 

રોહિત શર્મા (સી), ઈશાન કિશન (ડબ્લ્યુ), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, કુમાર કાર્તિકેય, જસપ્રિત બુમરાહ, રિલે મેરેડિથ

ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): 

રિદ્ધિમાન સાહા(ડબ્લ્યુ), શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા(ક), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, પ્રદીપ સાંગવાન, લોકી ફર્ગ્યુસન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી

Advertisement
Tags :
Advertisement

.

×