Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો

 IPL 2022ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થઈ રહ્યો છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (MCA) ખાતે રમાઈ રહેલી સિઝનની આ 39મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે રિયાન પરાગે અણનમ 56 રન બનાવ્યા અને IPLની પોતાની બીજી અડધી સદી પૂરી કરી. તે જ સમયે કેપ્ટન સંજુ સેમસને 27 રન બનાવ્યા હતા. તેના સિવàª
રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો
Advertisement

 IPL 2022ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થઈ રહ્યો છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (MCA) ખાતે રમાઈ રહેલી સિઝનની આ 39મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે રિયાન પરાગે અણનમ 56 રન બનાવ્યા અને IPLની પોતાની બીજી અડધી સદી પૂરી કરી. તે જ સમયે કેપ્ટન સંજુ સેમસને 27 રન બનાવ્યા હતા. તેના સિવાય બાકીના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા. દેવદત્ત પડીકલ (7), જોસ બટલર (8), આર અશ્વિન (17), ડેરીલ મિશેલ (16) અને શિમરોન હેટમાયર (3) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ અને વાનિન્દુ હસંગાએ બે-બે જ્યારે હર્ષલ પટેલે એક વિકેટ ઝડપી હતી. બેંગ્લોર આ મેચ જીતીને IPL
2022ના પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં પહોંચવા ઈચ્છશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 2020 બાદ IPLમાં રાજસ્થાન રોયલ્સ સામે એક પણ મેચ
હારી નથી.


Advertisement

Match 39. Royal Challengers Bangalore won the toss and elected to field. https://t.co/LIICyVDbr1 #RCBvRR #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 26, 2022" title="" target="">javascript:nicTemp();

આઈપીએલ 2022માં પણ બેંગ્લોરે બંને ટીમો વચ્ચેની
મેચ જીતી હતી. બે રાજવીઓની આ લડાઈમાં જોસ બટલર વિ જોશ હેઝલવુડ અને વિરાટ કોહલી વિ
યુઝવેન્દ્ર ચહલ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી શકે છે.
IPL 2022 પોઈન્ટ ટેબલમાં બેંગ્લોર પાંચમા નંબરે અને રાજસ્થાન ત્રીજા નંબરે છે. ફરી એકવાર બેંગ્લોરને આ મેચમાં જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી
રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×