મુંબઈએ કોલકાતા સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, KKR માટે 'કરો યા મરો'નો મુકાબલો
IPL 2022 ની 56મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના DY
પાટિલ સ્ટેડિયમમાં રોમાંચક મુકાબલો રમાઈ રહ્યો
છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. કોલકાતાની ટીમ માટે
આ મહત્વપૂર્ણ મેચ છે. KKRને પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ
જીતવી પડશે. જ્યારે મુંબઈની નજર સતત ત્રીજી જીત પર રહેશે. મુંબઈ આઈપીએલની 15મી સીઝનની પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગયું છે.સૂર્યકુમાર યાદવની જગ્યાએ રમનદીપ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે.
Match 56. Mumbai Indians won the toss and elected to field. https://t.co/0TDNSw0NVs #MIvKKR #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) May 9, 2022" title="" target="">javascript:nicTemp();
IPL 2022 પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 9માં નંબર પર છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 10માં નંબર પર છે. મુંબઈના 4 પોઈન્ટ છે જ્યારે
કેકેઆરના 8 પોઈન્ટ છે. જો KKRની ટીમ વધુ એક મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.
મુંબઈ પહેલેથી જ બહાર છે. મુંબઈ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 30 આઈપીએલ મેચ રમાઈ છે અને તેમાંથી 22 મેચ મુંબઈ ઈન્ડિયન્સે જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માત્ર 8 વખત જીતી શકી છે.
મુંબઈ ઈન્ડિયન્સ
ઈશાન કિશન, રોહિત શર્મા (કેપ્ટન), તિલક વર્મા, રમનદીપ સિંહ, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, કુમાર કાર્તિકેય, જસપ્રિત બુમરાહ, રિલે મેરેડિથ.
કોલકાતા નાઈટ રાઈડર્સ
એરોન ફિન્ચ, વેંકટેશ અય્યર/અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, નીતિશ રાણા, શેલ્ડન જેક્સન/બાબા ઈન્દ્રજીત (wk), આન્દ્રે રસેલ, અમન ખાન/અનુકુલ રોય, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ/હર્ષિત રાણા અને શિવમ માવી


