પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો, ધવન-અગ્રવાલની શાનદાર ફિફ્ટી
IPLની 15મી સિઝનની 23મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને
પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીત
માટે રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ તરફથી મંયક અગ્રવાલ અને શિખર ધવને શાનદાર
ફિફ્ટી ફટકારી છે. મંયક અગ્રવાલે 32 બોલમાં 52 રન ફટકાર્યા છે. તો શિખર ધવને 50
બોલમાં શાનદાર 70 રન ફટકાર્યા હતા. જીતેન શર્માએ પણ આક્રમક બેટિંગ કરી હતી. પંજાબ
કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 198 રન ફટકાર્યા હતા.
Half-centuries from Dhawan (70) and Mayank (52) guide #PBKS to a total of 198/5 on the board.#MumbaiIndians chase coming up shortly. Stay tuned!
Scorecard - https://t.co/emgSkWA94g #MIvPBKS #TATAIPL pic.twitter.com/hiYBoQqSvB
— IndianPremierLeague (@IPL) April 13, 2022" title="" target="">javascript:nicTemp();
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈની ટીમમાં એક ફેરફાર કરવામાં
આવ્યો છે જ્યારે પંજાબની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. પાંચ વખતની
ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે વર્તમાન સિઝનની શરૂઆત ખરાબ રહી છે કારણ કે ટીમ તેની
પ્રથમ ચાર મેચ હારી ગઈ છે. મુંબઈનો પુનરાગમનનો માર્ગ ખૂબ જ મુશ્કેલ લાગે છે કારણ
કે તે 10-ટીમના ટેબલમાં નવમા
ક્રમે છે પરંતુ સુકાની રોહિત શર્મા માત્ર ટીમ જ નહીં પરંતુ તેના પ્રદર્શનમાં પણ
સુધારો કરવા ઈચ્છે છે. પંજાબ બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.
મુંબઈ ઈન્ડિયન્સ:
ઈશાન કિશન (wk),
રોહિત શર્મા (c), ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન
પોલાર્ડ, ફેબિયન એલન, મુરુગન અશ્વિન,
જસપ્રિત બુમરાહ, જયદેવ ઉનડકટ/ટાઈમલ મિલ્સ,
બેસિલ થમ્પી
પંજાબ કિંગ્સ:
મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો/ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, કાગીસો
રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ,
વૈભવ અરોરા


